News of Monday, 27th September 2021
વાંકાનેર માં ચાલુ વરસાદમાં ભૂકંપનો આંચકો : લોકો ઘરની બહાર નીકળી ગયા
બપોરથી ગાજવીજ અને વીજ ચમકારા સાથે વરસાદ : ચાલુ વરસાદે ભૂકંપના આંચકાએ લોકોની ચિંતા વધારી : જાનહાની - નુકસાન નથી
વાંકાનેર : ચાલુ વરસાદે ભૂકંપ નો આંચકો આવ્યો હતો
ગુલાબ વાવાઝોડા ની અસરને પગલે વાંકાનેર માં બપોરથી જ ગાજવીજ અને વીજ ચમકારા સાથે વરસાદ શરૂ થયો હતો જે હજુ ધીમીધારે રાત્રે પણ યથાવત વરસી રહ્યો છે. આશરે બે થી અઢી ઇંચ પાણી વરસી ચૂક્યું છે. જ્યારે સાંજે ૬:૨૫ વાગ્યે અચાનક ચાલુ વરસાદે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો બહાર નીકળી ગયા હતા. વરસાદ સમયે જ ભૂકંપનો આંચકો ભય સાથે ચિંતા વધારી રહ્યો છે.
(7:32 pm IST)