News of Monday, 27th September 2021
ગોંડલ એસટી ડેપો ખાતે એસટીના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન
ગોંડલ : ગુજરાત રાજયભરમાં એસટી કર્મચારીઓની સાતમાં પગાર પંચની માંગ,મોંઘવારી ભથ્થા સહિતની માંગણીઓ મંજૂર થઈ હોવા છતાં ચૂકવવામાં ન આવતા એસટીના કર્મચારીઓ છેલ્લા એક સપ્તાહથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ગોંડલ એસટી ડેપોના કર્મચારીઓએ પણ આજ રોજ તારીખ ૨૬ સપ્ટેમ્બરના ગોંડલ એસટી સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ સાથે જ ગોંડલ એસટી ડેપોના કર્મચારી યુનિયન દ્વારા પોતાની માગ સંતોષવામાં નહી આવે તો આગામી તારીખ ૮મી ઓગસ્ટના રોજ એસટી સજ્જડ બંધનું એલાનની ચિમકી ઉચ્ચારી હતી. (અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)
(12:01 pm IST)