સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

ગોંડલ પાલિકાના રસ્તાના કામોની પ્રથમ વરસાદે જ પોલ ખોલી : "વિકાસ બેસી ગયો" નું બોર્ડ મૂકીને વિરોધ પ્રદર્શન

જેતપુર રોડ ઉપર જેલ ચોક ખાતે મોટો ખાડો પડી જતા વાહનચાલકો પરેશાન

ગોંડલ તા.૨૭ ,ગોંડલ  પાલિકાના રસ્તાના કામોની પ્રથમ વરસાદે જ પોલ ખોલી છે."વિકાસ બેસી ગયો" નું બોર્ડ મૂકીને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેતપુર રોડ ઉપર જેલ ચોક ખાતે મોટો ખાડો પડી જતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.
 
નાગરિક બેંક ના પૂર્વ ચેરમેન યતીશભાઈ દેસાઈ, ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ ભાઈ કુંજડીયા, ધર્મેશ બુટાણી, વૃષભરાજ પરમાર, તેમજ કોંગ્રેસ અગ્રણી જયસુખભાઇ (ભાણાભાઈ) વઘાસીયા, દિપકભાઈ પટેલ, નૈમીષ રૈયાણી, રાજેશભાઈ તન્ના, સુરેશભાઈ ભટ્ટી, સહિતના કોંગ્રેસી આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવેલ હતો.

(12:04 pm IST)