સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

જસદણનાં ગુંદાળા (જામ)ની પ્રાથમિક શાળાની જિલ્લા રાજ્યકક્ષાએ પસંદગી

 

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૭: જસદણ તાલુકાના ગુંદાળા ગામની સરકારી પ્રાથમિક શાળા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સતત આઠ વર્ષથી જિલ્લા અને રાજય કક્ષાએ પસંદગી પામે છે. ગુંદાળા (જામ) પ્રાથમિક શાળા, તાલુકો- જસદણ, જિ. -રાજકોટના શિક્ષિકાબેન અદિતિબેન કિશોરભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ આ શાળા ૨૦૧૪ થી ૨૦૨૧ સુધી સતત ૮ વર્ષ સુધી સફળતા ના શિખરે પહોંચી છે. ગણિત- વિજ્ઞાન પ્રદર્શન મા આ શાળાના બાળકો ૮ વખત જિલ્લામાં તેમજ ૫ વખત રાજયકક્ષાના ગણિત- વિજ્ઞાન પ્રદર્શનમા ભાગ લઇ સિદ્ઘિ પ્રાપ્ત કરેલ છે. ઇન્સપાયર એવોર્ડ માનાંક દિલ્હી- ભારત સરકાર આયોજિત ગણિત-વિજ્ઞાન પ્રદર્શન મા ગુંદાળા (જામ) પ્રા. શાળા રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલ છે. નાના બાળકોની આ અદ્વિતીય સિદ્ઘિ માત્ર જસદણ તાલુકાનુ નહિ પણ રાજકોટ જિલ્લાનું પણ ગૌરવ છે. આ વર્ષે ૨૦૨૦-૨૦૨૧ મા પણ વિજ્ઞાન કૃતિ રજૂ કરી રાજય કક્ષાએ ભાગ લેશે તેમ અગ્રણી મનુભાઈ ખોખરિયાએ જણાવ્યું હતું.

(11:54 am IST)