સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

વાંકાનેરમાં નવરંગ નેચર કલબ દ્વારા વિના મુલ્યે રોપાઓનું વિતરણ-ગાયત્રી શકિતપીઠ ખાતે યજ્ઞ

 

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૭  :.. ગાયત્રી શકિત પીઠ ખાતે નવરંગ નેચર કલબ દ્વારા ગુરૂપૂર્ણીમાએ વાંકાનેરને હરીયાળુ બનાવવા આયુર્વેદ અને ફુલછોડ  તથા દેશી ઓસડીયાના હજજારો વૃક્ષનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ.

ગાયત્રી શકિત પીઠ ખાતે ગુરૂપૂર્ણિમાના પાવન દીને સવારે પૂજન-યજ્ઞ-આરતી બાદ સાડા સાતથી એક વાગ્યા સુધી રાજકોટ નવરંગ નેચર કલબ દ્વારા લાવવામાં આવેલ. હજજારો વૃક્ષનું (રોપાનું) ગાયત્રી મંદિરના શ્રી અશ્વિનભાઇ રાવલના હસ્તે પૂજન કરવામાં આવેલ બાદમાં તેમના વરદ હસ્તે રોપા લેવા પધારેલા સૌ વૃક્ષ પ્રેમીઓને વિનામુલ્યે રોપા  આપવામાં આવ્યા હતાં.

નવરંગ નેચ કલબ દ્વારા એક હજાર આર્યુવેદીક અને બે હજાર જેટલા ફુલછોડ તેમજ એક હજાર કલમી ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવેલ આ કાર્યક્રમ સાથે દેશી ઓસડીયા, મધ, ચકલી ઘર, કાપડની થેલી, રસોડામાં ઉપયોગી લાકડાથી વસ્તુઓ મુખવાસ, દેશી ખાતર, સહિતની વસ્તુઓનું રાહત દરે વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમનો સફળ બનાવવા પર્યાવરણ પ્રેમી એવા નવરંગ નેચર કલબના પ્રમુખ વી. ડી. બાલા, ભુપતભાઇ છૈયા, ધ્રુવગીરી ગોસ્વામી, રામદેવભાઇ ભાટીયા, કાર્તિકભાઇ રાવલ, જીતેન્દ્રભાઇ અપારનાથી, રાહુલભાઇ, જીતુભાઇ પાંચોટીયા, પીયુષભાઇ ગોસ્વામી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

વાંકાનેરને હરીયાળુ બનાવવાની મહેનત કરતા નવરંગ નેચર કલબના પ્રમુખ વી. ડી. બાલાનું શ્રી બોલબાલા ચેરી. ટ્રસ્ટ વાંકાનેર શાખાના કાપડીયાભાઇએ સન્માન કર્યુ હતું.

(11:50 am IST)