સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

ચુડાના ચોકડી ગામે તમંચા સાથે ભરવાડ ઝડપાયો

 

વઢવાણ,તા. ૨૭ : ચુડા તાલુકાના ચોકડી ગામે રેઇડ કરતા આરોપી દુલાભાઇ કરણાભાઇ મીર ભરવાડ ઉવ.૫૦ ધંધો ખેતી રહે.ચોકડીને તેના રહેણાંક મકાને પોતાના કબ્જા ભોગવટામાં દેશી હાથ બનાવટનો બાર બોર સીંગલ બેરલ તમંચો નંગ-૧ કી.રૂ.૫,૦૦૦/- સાથે પકડી પાડી મજકુર ઇસમની પુછપરછ કરતા સદર હથિયાર તમંચો પોતાના કુટુંબી ભાઇ સગરામભાઇ લખમણભાઇ મીર રહે.ચોકડી પાસેથી લીધેલ હોવાનું જણાવતા મુદામાલ કબ્જે કરી મજકુર બને આરોપીઓ વિરૂધ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં હથિયારધારા એકટ મુજબ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ છે. એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.એલ તથા પો.સબ.ઇન્સ. વી.આર જાડેજા તથા એ.એસ આઇ. વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા પો.હેડ કોન્સ. અમરકુમાર કનુભા તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભા તથા પો.કોન્સ. ગોવીદભાઇ આલાભાઇ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા નિર્મળસિંહ મંગળસિંહ એ રીતેની ટીમ દ્વારા હથિયારધારાનો સફળ કેસ શોધી કાઢેલ છે.

(11:12 am IST)