સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

આટકોટમાં બાઇક સ્લીપ થતાં ઘવાયેલા રમેશ ગોહેલનું મોત

બે દિવસ સારવાર બાદ ગઇકાલે રજા અપાઇ, રાતે બેભાન થઇ જતાં રાજકોટ હોસ્પિટલે ખસેડાયોઃ સવારે દમ તોડ્યો

 

રાજકોટ તા. ૨૭: જસદણના આટકોટમાં રહેતો અને મજૂરી કરતો રમેશ ભીખાભાઇ ગોહેલ (ઉ.વ.૩૫) રાતે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે જરૂરી કાર્યવાહી કરી આટકોટ પોલીસને જાણ કરી હતી. રમેશ મુળ બોરસદનો વતની હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે બે દિવસ પહેલા બાઇક લઇને જતો હતો ત્યારે સ્લીપ થતાં ઇજા થઇ હતી. સારવાર બાદ ગઇકાલે જ હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી અને રાતે બેભાન થઇ ગયો હતો. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે.

(11:11 am IST)