સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

પોરબંદર જિલ્લામાં વધતું કોરોના સંક્રમણ : વધુ 4 પોઝીટીવ કેસ

બિહારી યુવાન, અન્ય 30 વર્ષના યુવાન ને કુછડીના 42 વર્ષના વ્યક્તિને કોરોના વળગ્યો

પોરબંદર : જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જાય છે,કોરોના પોઝિટિવના વધુ 4 કેસ નોંધાયા છે જેમાં 32 વર્ષના બિહારી યુવાન,30 વર્ષના બે યુવાનો તેમજ કુછડી રબારી કેડા  વિસ્તારના 42 વર્ષની વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે

આજે કોરોના શંકાસ્પદ 89 કેસના સેમ્પલ લીધા હતા જેમાં 81 કેસના નેગેટિવ રિપોર્ટ આવેલ છે જયારે 4 કેસ પોઝિટિવ અને 3 કેસ રિજેક્ટ અને એક કેસનો રિપોર્ટ બાકી છે

(12:50 am IST)