સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

ખંભાળીયામાં સતત ત્રીજા દિવસે વરસાદ : બપોરે ૧ ઇંચ વરસ્યો

ખંભાળીયા, તા. ર૭ :  દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં આજે બપોરે ૧ ઇંચ વરસાદ પડ્યો છે.

આજે બપોરે ખંભાળિયામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો.

બે દિવસ પૂર્વ ર ઇંચ વરસાદ બાદ આજે ફરી વરસાદ વરસ્યો છે. આજે બપોરેના સમયે એક ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. સવારથી જ ભારે બફારા બાદ વરસાદનું આગમન થયું હતું. વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે.

(4:19 pm IST)