સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

ધોરાજીમાં ૪ લાખનો બિનવારસી દારૂ મળ્યો : કાંટાની વાડમાં છૂપાવેલ

રાજકોટ-ધોરાજી,તા.૨૭ : રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક  બલરામ મીણાના તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી.  સાગર બાગમારએ     પ્રોહી જુગારની ડ્રાઇવ હોય જે અન્વયે દારૂ જુગારના કેસો શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી   તથા ધોરાજી પોસ્ટેના પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન   હકીકત મળેલ કે સુપેડી થી ડુમીયાણી જતા સુપેડી ગામથી આસરે બે કીમી દુર આવેલ મોજડેમની પાંચમી કેનાલ વાળા ગાડા માર્ગે આવેલ પ્રવીણભાઇ ડઢાણીયાની વાડી સામે મોજડેમની કેનાલ મા ઇંગ્લીસ દારૂનો જથ્થો પડેલ છે.

જે અન્વયે રેઇડ કરતા એપીસોડ ગોલ્ડ વ્હિસ્કી ઇંગ્લીસ દારૂની પેટી નંગ ૧૧૦/ બોટલ નંગ ૧૩૨૦/ કિ.રૂ ૩.૯૬૦૦૦/ નો જથ્થો કોઇ અજાણ્યા ઇસમે વેચાણ કરવા રાખી રેઇડ દરમ્યાન સદરહુ મુદામાલ મળી આવતા કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે. કાંટાની વાડમાં આ પેટીઓ સંતાડેલ હતી. જે () મૂકી ગયુ અને કોનો માલ હતો તે અંગે પોલીસ તપાસ હાથ ધરી છે.

આ કામગીરી (૧) એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેકટર ધોરાજી (૨) રમેશભાઇ કાળાભાઇ બોદર (૩) ચંદ્રસિંહ વસૈયા (૪) હીતેશભાઇ ગરેજા   (૫) અનીરૂધ્ધસિંહ સુરૂભા ઝાલા (૬) પ્રદિપસિંહ મહિપતસિંહ ચુડાસમા   (૭) સહદેવસિંહ રણજીતસિંહ ચોહાણ (૮) રવીરાજસિંહ જાડેજા  (૯) સંગીતાબેન પરમાર એ કરી હતી.

(1:25 pm IST)