સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

જૂનાગઢ લોહાણા મહિલા મંડળના સભ્ય બહેનો માટે રાખડી બનાવવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ,તા.૨૭: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને 'ખમ્મા મારા વીરને' એવું કહેતી બહેન જો જાતેજ પોતાના ભાઈ માટે રાખડી બનાવે તો ભાઈ બહેનના અપાર પ્રેમની છબી ઉપસી આવે..સાથે જ મનગમતું બનાવવાનો આત્મ સંતોષ અને પૈસાની બચત ઉપરાંત માર્કેટમાં ના મળે એવી અલગજ રાખડી પોતાના ભાઈને બાંધી શકે એટલા માટેજ લોહાણા મહિલા મંડળ દ્વારા આ વખતે દ્યર બેઠા ઓનલાઇન રાખડીનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.

લોહાણા મહિલા મંડળના મોવડી શ્રી મીનાબેન ચગ અને શ્રી ભારતીબેન ઘીયાના માર્ગદર્શન હેઠળ, મંત્રીશ્રી રશ્મિબેન વિઠલાણીના સર્વાંગી સહયોગથી, પુષ્પશબ્દો દ્વારા પ્રોગ્રામને સ્ટાર્ટ આપ્યું. અને શ્રાવણ મહિનાના પવિત્ર , સુગંધી માહોલમાં પ્રમુખશ્રી પારૂલબેન સુચકએ ખૂબ સુંદર અનોખી,સસ્તી,ટકાઉ, અને બહેનના ભાઈ પ્રત્યેના પ્રેમ નીતરતી રાખડીનું ઓનલાઇન ડેમોસ્ટ્રેશન આપ્યું હતું.

જેમાં ભાઈ ભાભીની રોઝ રાખડી,ફોટો રાખડી અને ફોટો ફ્રેમ રાખડી શીખવવા માં આવી હતી.

બહેનો એ ખુબજ ઉત્સાહથી આ પ્રોગ્રામ નિહાળ્યો હતો,  લાઇકસ આપી અને સભ્ય બહેનોએ પોતે પણ જાતે બનાવેલી રાખડી ગ્રુપમાં શેર કરી અને એકબીજાનો ઉત્સાહ વધાર્યો હતો.

શ્રી સાધનાબેન નિર્મળે ભૈયા મેરે રાખીકે બંધન કો નિભાના ગીત સાથે આભારવિધિ કરી તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(1:24 pm IST)