સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

કેશોદ વેપારીઓના બે કરોડના સિંગદાણા ખરીદી હાચ ઉંચા કરતી ચેન્નાઇની પાર્ટી

સીંગદાણાના વેપારીઓ સાથે ચેન્નાઇની પેઢી દ્વારા કરોડોની છેતરપીંડીથી આર્થીક પાયમાલ બનતાં વેપારીઓને બચાવવા તંત્રએ સમયસર પગલાં ભરવા જરૂરી

કેશોદ,તા. ૨૭: કેશોદમાં સીંગદાણાના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગજાના વેપારીઓના કરોડો રૂપિયા ચાંઉ કરી જતી ચેન્નઇની એક કંપની વિરૂધ્ધ સરકારની પોર્ટલ સંસ્થા દ્વારા છેતરપીંડી થયેલી લેણી રકમ પાછી મેળવવા પીટીશન દાખલ કરવામાં આવી છે. હજુ ઘણા વેપારીઓ પીટીશન કરવા મન બનાવી રહ્યા છે જયારે નવા વેપારીઓે ન છેતરાય તે માટે સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યા છે.ઙ્ગ

કેશોદ શહેરના આર્થીક વિકાસમાં સીંગદાણા ઇન્ડસ્ટ્રીઝનું મોટું યોગદાન રહ્યું છે જેના કારણે દેશ અને વિદેશમાં સીંગદાણાની જબરી માંગના કારણે મોટા પાયે નિકાસઙ્ગ કરવામાં આવે છે.ઙ્ગ પરંતુ છેલ્લા ૫ વર્ષમાં બહારના રાજયના મોટા ગજાના વેપારીઓ સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ગુજરાતના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કર્યાના કેસ પણ સામે આવ્યા છે. જેમાંના મોટા ભાગના કેસમાંં વેપારી અને પોલીસ જુદા જુદા રાજયોમાં રહેતાં તેથી તંત્ર દ્વારા સમયાંતરે નાના ઉદ્યોગકારોને બચાવવા કડક નીતી અખત્યાર કરવી પડશે. આ અંગે વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

MSEFC સંસ્થા પાસેજ છેતરપિંડી કેસમાં વેપારી ફરીયાદ કરી શકે છે બાદમાં માત્ર હાઈકોર્ટમાં જ અપિલમાં જઈ શકાય છે

કેશોદઃ સરકાર દ્વારા ૨૦૦૬ માં બનાવાયેલી MSEFC (માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીઝ ફેસાલીટેશન કાઉન્સીલ) સંસ્થા નાના ઉદ્યોગકારોના લાંબા સમયથી રોકાયેલા પેમેન્ટ સબંધીત ફરીયાદ નિવારણ કરતી ઓનલાઇન સંસ્થા છે જે ઉદ્યોગકારો રજીસ્ટર્ડ થયેલા છે તેનું જ આ સંસ્થા ઓનલાઇન સમાધાન કરવા પીટીશન કરે છે જેમાં પ્રતિવાદીને નોટીસ બાદ પેમેન્ટ ચુકવવા ૧૫ દિવસનો ગાળો આપવામાં આવે છે. તે દરમિયાન સામેના પક્ષકારોને સાધનીક પુરાવાઓ રજુ કરવા મોકો આપી જેની કાર્યવાહી સામે માત્ર હાઇકોર્ટ સિવાઇની કોર્ટમાં કાર્યવાહી થઇ સકતી નથી.

(1:24 pm IST)