સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

દ્વારકાધીશ મંદિરનું કરોડોના ખર્ચે પુનઃ નિર્માણ કરાશે

બરોડા સ્થિત પુરાતત્વ વિભાગના આસીસ્ટન્ટ સુપ્રિ. એમ.એસ. શિવકુમારે નિરીક્ષણ કર્યું: ટેકનીકલ રીતે કેવી રીતે કામગીરી કરવી તેની ચર્ચા વિચારણા

પ્રથમ તસ્વીરમાં શ્રી દ્વારકાધીશ મંદિર, અન્ય તસ્વીરોમાં મંદિરના જે જર્જરીત ભાગોનું પુનઃ નિર્માણ કરવામાં આવનાર છે તે નજરે પડે છે (તસ્વીરઃ દિપેશ સામાણી. દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા.૨૭:ભારતના પશ્ચિમ છેવાડે વસેલી દ્વારકા નગરી જેનું સ્થાપન ભગવાન શ્રીકૃષ્ણએ કર્યું હતું તેવા ગોમતી નદીનાં તટે આવેલ ભગવાનના ત્રેલોકય વિશ્વ પ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિરને જમીન લેવલથી લઈને ટોપ લેવલ સુધીના જજરિત ભાગોનો પુનઃ સંરક્ષણ કાર્ય કરવાની લીલીઝંડી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિદેશક શ્રીમતી વિદ્યાવતી દ્વારા આપવામાં આવતાં હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિકનું કાર્ય શરૂ કરવા માટે આજે બરોડા સકલના આસીસ્ટન્ટ સુપ્રિ. (આર્કોલોજીકલ એન્જીનીયર) એમ.એસ.શિવકુમાર એ દ્વારકાના આર્કોલોજી વિભાગના એ.એસ.આઇ. શાહને સાથે લઈ મંદિરનું જાત નિરિક્ષણ કર્યું હતું.

ભારતીય પુરાતત્વના વર્તુળોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં પુરાતત્વ વિભાગના વડા તરીકે નિમાયેલાં વિદ્યાપતિએ બરોડા સ્થિત પુરાતત્વ વિભાગની કચેરીને દ્વારકાધીશ મંદિરના પુનઃ સંરક્ષણ કરવાની દરખાસ્ત ને મંજૂરી આપી નિર્માણ કાર્ય શરૂ કરવાની ગતિવિધિ શરૂ કરવા લેખીત સૂચના કરી છે. આ સૂચના પરથી બે દિવસમાં બરોડા ખાતેથી સર્વે માટેના એન્જીનીયરો દ્વારકા આવશે તેવું વર્તુળોએ જણાવ્યું છે. અને દ્વારકાધીશ મંદિરની મુલાકાત લઈ ટેકનીકલ રીતે કેવી રીતે કાર્ય કરવું તેનો વિચાર વિમર્શ સ્થાનીક આર્કોલોજીના અધિકારીંગણ સાથે કરશે.

સદીઓ પૂર્વ ચુના તથા દ્વારકા આસપાસના સ્થાનીક પત્થરો વડે નિર્માણ થયેલ દ્વારકાધીશ મંદિર ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર બ્રજનાથજીએ નિર્માણ કર્યાનું કહેવાય છે. સને ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી મંદિરના કેટલાક સ્તંભો, કમાનો તથા અન્ય વિવિધ ભાગોનું પુનઃ સંરક્ષણ કાર્ય કરાયું હતું.

બાદમાં બીજા તબકકામાં શરૂ થનાર હવેના કાર્ય માટે જરૂર પડયે મંદિરના કેટલાક ભાગો સીલ કરીને અને આંતરિક અવર જવરના રસ્તા ફેરફાર કરવા જરૂરી યોગ્ય તેને લઈને પણ પુનઃ સંરક્ષણ કાર્ય થઈ શકતું ન હતું પરંતુ આ બાબતે દેવસ્થાન સમિતિ, શંકરાચાર્ય, શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ તથા પુજારીંગણ સાથે વિધિવત ચર્ચા કરીને આકોલોજી ખાસ એકશન પ્લાન બનાવીને નિર્માણ કાર્ય શરૂ કરશે.

ખાસ કરીને મંદિરના પાંચ માળ પૈકીના લાડવા ડેરા, સભા મંડપ, નિજ મંદિર તથા મંદિરના પિલરો, કમાનો તથા ધ્વજાજી ચડાવવાના ભાગ સુધીનું પુનઃનિર્માણ કાર્ય હાથ ધરશે જેના માટે સ્થાનીક કારીગરો અને રાજસ્થાની સોમપુરાની પણ મદદ લેવાશે. અત્રે એ ખાસ નોંધનીય છે કે કેન્દ્ર સરાર દ્વારા અલભ્ય શિલ્પકલાના નમૂનારૂપ મંદિરના સંપૂર્ણ ભાગનું ડીજીટલ વીડીયોગ્રાફીથી પુનઃસંરક્ષણ પૂર્વ સંગહ કરી લેવામાં આવ્યું છે અને ૧૯૪૪-છપમાં આર્કોલોજી દ્વારા જિણવટભરી રીતે મંદિરના જમીનથી ટોપ લેવલ સુધીના નકશાઓ પણ બનાવી લેવમાં આવ્યા છે તેને ખાસ નજરઅંદાજ રાખીને જ નિર્માણકાર્ય હાથ ધરાશે.

દ્વારકાધીશ મંદિર પરિસરના અન્ય મંદિરનું પુનઃસંરક્ષણ કાર્ય પૂર્ણ થયું

દ્વારકા,તા.૨૭:દ્વારકાધીશ મંદિરમાં શારદાપીઠ સંચાલિત તથા આર્કોલોજી હસ્તકના અન્ય મંદિરો જેવા કે બલરામજી, માધવરાયજી, પ્રદ્યુમનજી, કોલવા ભગત, કાશીવિશ્વનાથજી, અંબાજી, પુરૂષોત્ત્।મરાયજી, સત્યનારાયણ ભગવાન જેવા મંદિરો તથા મંદિર સુવર્ણદ્વાર, મોક્ષદ્વાર તથા છપ્પનસીડીના કેટલાક ભાગો સહિતનું પુનઃસંરક્ષણ કાર્ય પુરૃં થયું જેમાં સ્થાનીક કક્ષાએથી ભારતીય પુરાતત્વ વિભાગના એ.એસ.આઈ. શાહ તથા તેમની ટીમ એ સફળ જહેમત ઉઠાવી છે.

દ્વારકાધીશ મંદિરની સ્થિતી હાલ ખૂબ જીર્ણશીર્ણ અકસ્માતનો પણ ભય રહે છે ?

દ્વારકા,તા.૨૭:દ્વારકાધીશ મંદિરની હાલની સ્થિતિ સ્ટ્રકચરની ખૂબ જ ખરાબ છે. મંદિરના ગ્રાઉન્ડ લેવલથી લઈને ત્રણ માસ સુધીમાં તો મંદિરના પીલરો એક બીજાથી તીરાડો પડી જતાં અલગ પડી ગયા છે તેમજ ત્રણેય માળ ઉપરની કમાનોના ચાવી ગાળા છુટા પડી જતાં કમાનો પણ એકબીજા પત્થરો સાથે જોડાયેલી હતી તેના પત્થરો પણ અલગ થઈ જતાં અકસ્માતનો મોટો ભય રહે છે. જયારે ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી શ્રી શકિતમાતાજી મંદિરના ઘુમ્મટ તથા વિવિધ ભાગોમાં પણ તિરાડો જોવા મળે છે. આ મંદિર મુખ્ય મંદિરના ત્રીજા મજલે આવેલ છે. ઉપરાંત દ્વારકાધીશજીના ધ્વજાજી માટે મદિરના શિખર પરના પાંચમા મજલા સુધી સીડીના પત્થરો તો ચુનાના ભાગ ખવાઈ જવાથી ઠેરઠેર સીડીના પગથિયાં પણ જીર્ણશીલ થઈ ગયા છે. આ તમામ કાર્યનો પુનઃસંરક્ષણ થનાર છે.

ત્રૈલોક્ય સુંદર જગત મંદિર શ્રી દ્વારાકાધીશ મંદિર

દ્વારકા,તા.૨૭:ગોમતી નદીની ઉત્ત્।રે સમુદ્રની સપાટીથી ૭૦ ફૂટની ઊંચાઈએ પશ્ચિમાભિમુખ મંદિર જમીન સપાટીથી લગભગ ૧૫૦ ફૂટ ઊચું મુખ્ય શિખર ધરાવે છે. જયાં બાવન ગજની ધ્વજા લહેરાય છે. આક્રમણકારો દ્વારા ખંડિત થયા પછી ૧૫મી સદીમાં આ મંદિર પુનઃનિર્માણ થયું હોવાનું મનાય છે. પુરાતત્ત્વ વિભાગનાં મંતવ્ય મુજબ હાલનું મંદિર સદીઓ પુરાણું છે. હિન્દુઓનાં ચાર પવિત્ર યાત્રાધામ, સાત પુરી, ૬૮ તીર્થ પૈકીનું આ મંદિર વિશ્વભરનાં શ્રદ્ઘાળુઓનું ભાવકેન્દ્ર છે, જેને માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ વિશ્વનાં વિવિધ જાતિ - સમુદાયનાં લોકો આદર અને આસ્થાથી નિહાળે છે. હાલનું દ્રશ્યમાન શ્રી દ્વારકાધીશજીનું જગતમંદિર સાત માળનું છે.

તે સમુદ્રની સપાટીથી ૪પ ફૂટ ઊંચે છે. ત્યાં પહોંચવા માટે છપ્પન સીડી ચડવી પડે છે. મંદિરનાં ચોગાનથી સુવર્ણ કળશ સુધીની ઊંચાઈ ૧ર૬ ફૂટ છે. આ મંદિર વિમાનગૃહ, ભદ્રપીઠ, લાડવામંડપ અને અર્ધ મંડપ એમ ચાર વિભાગમાં વહેંચાયેલું છે. મંદિરની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૮૮ ફૂટ છે. ઉત્ત્।ર-દક્ષિણ પહોળાઈ ૭૦ ફૂટ છે. એક જ શિલામાંથી કોતરેલા ૭ર સ્તંભો ઉપર આ મંદિરની ઈમારત ઊભી છે. મંદિર ઉપરનો ધ્વજ સ્તંભ રપ ફૂટનો છે. તેની ઉપર ર૦ ફૂટના ધ્વજ દડમાં બાવન ગજ કાપડની સૂર્ય-ચંદ્રના નિશાનવાળી સફેદ-પચરંગી ધ્વજા દ્વારકાના નીલરંગી આકાશમાં અહર્નિશ લહેરાયા કરે છે.

પુરાતત્ત્વકારના કહેવા મુજબ આ જગત મંદિરનું નિજ મંદિર ૧ર-૧૩મી સદીમાં બંધાયેલ છે. જયારે લાડવા મંડપ કે ભા મંડપ ૧૫-૧૬મી સદીમાં બંધાયેલ છે. આ મંદિરમાં પશુદેદવાળી માનવમુખી, પરી, પાંખવાળા હાથી વગેરે વિદેશી શિલ્પો છે. આ મંદિરમાં મત્સ્ય, નૃસિંહ, વરાહ, પરશુરામ, લક્ષ્મીનારાયણ વગેરે અવતારોની મૂર્તિઓ કોતરાયેલી છે. આ મંદિરમાં મૌર્ય, ગુપ્ત, ગારૂલક, ચાવડા, ચાલુકય, રાજયકાલીન શિલ્પો પણ છે. જૈન અને બૌધ ધર્મના શિલ્પો પણ છે. નિજમંદિરના દરેક માળ ઉપર સ્વતંત્ર શિખરો બંધાયેલાં છે. રેતાળ પથ્થરોમાંથી કંડારાયેલા આ જગતમંદિરનું શિલ્પ વિવિધ સંસ્કૃતિને ઉદ્ઘાટિત કરતું હોવાથી જગતમંદિર તરીકે પ્રખ્યાત બન્યું છે. મંદિરનાં ઉત્ત્।ર તરફના દરવાજાઓ મોક્ષદ્વાર અને ગોમતી નદી તરફથી છપ્પન પગથિયાં (સીડી) દ્વારા પ્રવેશ થાય છે તે સ્વર્ગદ્વાર કહેવાય છે.

નરેન્દ્રભાઇ એ અંગત રસ દાખવ્યો

પરિમલ નથવાણી, વિજયભાઇ રૂપાણી અને શંકરાચાર્યજીએ રજુઆત કરી હતી

દ્વારકા,તા.૨૭:દ્વારકાધીશજી મંદિરના વિકાસ કાર્ય માટે આ વર્ષમાં જ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રમાં પત્ર દ્વારા લેખીત રજૂઆત કરી હતી તો રાજયસભાના સાંસદ પરિમલ નથવાણી તથા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજે પણ પી.એમ.ઓ. તથા આર્કોલોજીને રજૂઆત કરી હતી જેથી નરેન્દ્રભાઇ મોદીએ આ કાર્ય માટે અંગત રસ દાખવ્યો છે.

(11:52 am IST)