સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

ભાવનગરમાં નિરમા કંપની દ્વારા વિવિધ સામગ્રીઓનું અનુદાન

ભાવનગરઃભાવનગર જિલ્લા તથા કોર્પોરેશનના દર્દીઓ માટેના કોવીડ કેર સેન્ટર - સમરસ હોસ્ટેલ ખાતે દાખલ દર્દીઓના રૂમોના સેનીટાઇઝેશન માટે ૨૦૦ લીટર ૧૦% સોડીયમ હાઇપોકલોરાઇડ સોલ્યુશન તથા દર્દીઓના વ્યકિતગત હાઇજીન માટે ૫૦૦ ન્હાવાના સાબુ તથા ૫૦૦ કપડા તેમજ લીનન ધોવાના સાબુ વગેરે વસ્તુઓ નિરમા કંપની પ્રા.લી. કાળાતળાવ, ભાવનગર તરફથી દાન સ્વરૂપે મળેલ છે. જેનોઙ્ગ સમરસ હોસ્ટેલના ઇન્ચાર્જ ડો.સુફીયાન લાખાણી, તાલુકા હેલ્થ ઓફીસર ડો.સુનિલ પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી  વરૂણકુમાર બરનવાલ દ્વારા  બિરદાવેલ છે.

(11:47 am IST)