સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

ધોરાજીમાં કોરોનાના વધુ ત્રણ કેસ પોઝીટીવ : કુલ કેસ ૧૨૭

ધોરાજી,તા.૨૭: ધોરાજીમાં કોરોનાના વધુ ત્રણ કેસ પોઝિટીવ નોંધાયા છે જેમાંઙ્ગ ધોરાજી તાલુકાના પીપળીયા ગામ ખાતે ૭૫ વર્ષના વૃદ્ઘ અનેઙ્ગ ધોરાજીનાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષિય યુવક તેમજ ધોરાજીના હિરપરા વાડી વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષિય વુદ્ઘનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.

ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૭ કેસ કોરોના પોઝિટીવ નોંધાયા છેકોરોના વાયરસ ને પગલે (૭) વ્યકિતઓના મૃત્યુ થયેલ છે.

(11:46 am IST)