વિંછીયાના પીપરડી અને વિરપુરના પીઠડીયા ગામે જુગારનો દરોડો : ૧૧ પકડાયા
શાપર-વેરાવળમાં જુગાર રમતા ૩ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા
રાજકોટ, તા. ર૭ : શ્રાવણ માસ શરૂ થતાં જ જીલ્લામાં ઠેર-ઠેર જુગારના હાટડાઓ ચાલુ થઇ ગયા છે. વિંછીયાના પીપરડી ગામે-પ, વિરપુરના પીઠડીયા ગામે-૬ તથા શાપર-વેરાવળમાં ૩ શખ્સો જુગાર રમતા પોલીસની ઝપટે ચડી ગયા હતાં.
પ્રથમ દરોડામાં વિંછીયાના પીપરડી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા વિંછીયાના હેડ કો. વિજયભાઇ રંગપરા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વિનુ શિવાભાઇ કોળી, કાન્તી વાઘાભાઇ ઝાપડીયા, રાજુ નાગરભાઇ કોળી, અશોક માધાભાઇ કોળી તથા વનરાજ ગોવિંદભાઇ બાવળીયા રે. તમામ વેરાવળ, તા. વિંછીયાને રોકડા ૭૩૧૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં. જયારે ભનુ મેરાભાઇ ઓળકીયા રે. કંધેવાળીયા નામનો શખ્સ નાસી છુટતા તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કરાયા છે.
બીજા દરોડામાં વિરપુર પોલીસના પો.કો. પરાક્રમસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે પીઠડીયા ગામની સીમમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા હસન સલીમભાઇ ખેડારા રે. ફુલવાડી જેતપુર, રફીક સતારભાઇ બોડીયા રેુ. મોટી બજાર ગોંડલ, દિનેશ વિનુભાઇ ચૌહાણ રે. કાણકીયા પ્લોટ જેતપુર, ગોપાલ નાનુભાઇ કોરાટ રે. પીઠડીયા, રૂરમાબેન કાસમભાઇ ખોરાણી રે. નવાગઢ તથા સોનલબેન ઉર્ફે કાળીબેન ચંદુભાઇ ચાવડા રે. નવાગઢને રોકડા રૂ.૬૪૪૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજા દરોડામાં શાપર-વેરાવળ પોલીસ મથકના હેડ કો. રોહીતભાઇ બકોત્રા સહિતના સ્ટાફે વેરાવળ-વાંજાવાસમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા નાથા પ્રતાપભાઇ બાંભણીયા, ભાવેશ મુકેશભાઇ રાઠોડ તથા રવિ દેવચંદભાઇ લકુમ રે. ત્રણેય વેરાવળને રોકડા રૂ.૩૬પ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.