સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

મોટી પાનેલીમાં શનિ રવિ બે દીમાં ત્રણ ઇંચ વરસાદ પડતા સીઝનનો ૪૭ ઇંચ પડી ગયો

મોટી પાનેલી,તા.૨૭: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આ વર્ષે મેઘરાજા વધુ પડતા મહેરબાન હોય એવુ લાગે છે હજુ તો ચોમાસાની શરૂઆત છે ત્યાં છેલ્લા સત્ત્।ર દિવસમાં જ સીઝનનો કુલ સુડતાલીસ ઇંચ વરસાદ પાડી ગયો છે શનિવાર અને રવિવાર બે દિવસમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવી શકે છે સતત બાર દિવસ વરસાદ વરસ્યા પછી માંડ ઉઘાડ નીકળ્યો હતો ત્યાંજ ફરી પાછો મેઘો મંડાતા ખેડૂત બિચારો બની ગયો છે કહે તો કેને કહે જેવી પરિસ્થિતિ આ વિસ્તારના ખેડૂતની થઇ છે લમણે હાથ દઈને વરસતા વરસાદમાં પોતાની બરબાદીને નીરખી રહ્યો છે કપાસનો પાક તો સાવ નિષ્ફ્ળ જવાના ખરાબ પર છેજ ત્યાં ફરી પાછો મેઘો મંડાતા મગફળી અને એરંડાના પાકને પણ નુકશાની આવશે તેવી ચિંતામાં જગતનો તાત અંદરને અંદર મરી રહ્યો છે છેલ્લા બે વર્ષ નબળા ગયા છે આ વર્ષે સારો વરસાદ પડ્યો છે પણ સતત પડતા વરસાદને લીધે મોલમાં લીલો દુકાળ જેવી પરિસ્થિતી ઉભી થવા પામી છે.

(11:43 am IST)