સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

જૂનાગઢ પોલીસ દ્વારા ASI મકરાણીને અંજલી

જૂનાગઢઃગુજરાત રાજયના મોરબી જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. સલીમભાઈ અઝીઝભાઈ મકરાની નું કોવિડ ૧૯ સંક્રમણના કારણે તા. ૨૩.૦૭.૨૦૨૦ ના રોજ સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયેલ હતું. જેથી, સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના આત્માની શાંતિ મળે તે હેતુ સર ગુજરાત રાજયના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ, તેઓ જે સ્થળે હોય, તે સ્થળે બે મિનિટ મૌન પાળવાના ભાગરૂપે જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે પ્રદીપસિંહ જાડેજા, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા, ટ્રાફિક પીએસઆઇ એસ.એન.સગારકા, એએસઆઇ સંજયભાઈ ગઢવી, હે.કો કમલેશભાઈ, મયુરભાઈ, દેવેન્દ્રસિંહ, ઝવેરગીરી, અશોકભાઈ, કમાન્ડો સિદ્ઘરાજસિંહ, સહિતના અધિકારીઓ તથા ડિવિઝનના તમામ સ્ટાફ તેમજ ટ્રાફિક શાખાના સ્ટાફ તથા ટીઆરપી જવાનો સાથેઉપરાંત, તમામ અધિકારીઓ તથા સ્ટાફને કોરોના સામેની લડાઈ લાંબી ચાલે તેમ હોઈ, પોતાની ફરજ દરમિયાન પૂરતી તકેદારી રાખર્વાં પણ જાણ કરવામાં આવેલ હતી.

(11:37 am IST)