સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

હળવદમાં પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા કલાત્મક રાખડી

 હળવદ  :  રોટરેકટ કલબ  દ્વારા અંધ કન્યાઓએ બનાવેલ ૫૦૦ રાખડીઓનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું. રક્ષાબંધનના પવિત્ર પર્વ ઉપર અંધ કન્યા પ્રકાશ ગૃહ અમદાવાદની બ્લાઇન્ડ બાળાઓ દ્વારા બનાવવામાં આવેલ સુંદર રાખડીઓનું ફકત ૧૦ રૂપિયાના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રોજેકટનો આશય આવી કન્યાઓને પ્રોત્સાહિત કરવા, આત્મનિર્ભર કરવા, અને સ્વદેશી બનાવટની કલાત્મક રાખડીઓની ખરીદી થકી મદદ મળી રહે એવા હેતુથી કરવામાં આવ્યો હતો. પ્રોજેકટ ચેરમેન કલ્પેશ દવેએ આ પ્રોજેકટને સફળ બનાવ્યો હતો રાખડી બનાવતી પ્રજ્ઞાચક્ષુ બહેનો તથા વિવિધ રાખીઓની તસ્વીર (તસ્વીરઃ હરીશ રબારી,હળવદ)

(11:37 am IST)