સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

બુટલેગરોનો નવતર કિમીયો કારની ગેસ કિટમાં ચોરખાના બનાવી દારૂનો જથ્થો છૂપાવ્યો તો...

વિરપુર પાસે રૂરલ ક્રાઇમ બ્રાંચે કારને આંતરી કારસ્તાન ઝડપી લીધુઃ ધર્મેશ રૂપાપરાની ધરપકડ

પ્રથમ તસ્વીરમાં પકડાયેલ કાર અને શખ્સ તથા બીજી તસ્વીરમાં ગેસ કિટમાં ચોરખાના બનાવાયા છે તે નજરે પડે છે.

રાજકોટ તા. ર૭ :.. દારૂની હેરાફેરી માટે બુટલેગરો નીત-નવા કિમીયાઓ અજમાવતા હોય છે. વિરપુર પાસે રૂરલ ક્રાઇમ બ્રાંચે કારને આંતરી તલાસી લેતા કારની ગેસ કીટમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જીલ્લામાં પ્રોહી. જૂગારના કેસો શોધી કાઢવા રૂરલ એસ. પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. મહેન્દ્રસિંહ રાણા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે વિરપુર પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલ હોન્ડ સીટી કાર નં. જીજે-૦૧ એચ. બી. ૪૮ર૧ ને રોકી તલાસી લેતા કારની સીટના પાછળના ભાગે તથા કારમાં રહેલ ગેસની ખાલી ટાંકીમાં બનાવાયેલ અલગ-અલગ ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલો નંગ-૪૦ કિ. ર૪,૦૦૦ નો જથ્થો મળી આવતા કાર ચાલક ધર્મેશ ઉર્ફે ધમો મુળજીભઇ રૂપાપર રે. સરકારી હોસ્પીટલ પાછળ ભાડાના મકાનમાં વિરપુર (મુળગામ નંદાણા તા. જામજોધપુ) ની દારૂ અને કાર મળી ૧,૦૪પ,૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી વિરપુર પોલીસને હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઇ ગુજરાતી, મહિપાલસિંહ જાડેજા, રવિદેવ બારડ તથા નરેન્દ્ર દવે સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:29 am IST)