સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

કચ્છની રણકાંધીએ ખાવડાથી ખડીર સુધી બેથી પાંચ ઇંચ વરસાદ, રાપર, માંડવી, મુન્દ્રામાં ઝાપટાં સાથે અડધાથી એક ઈંચ : ધોળાવીરામાં વીજળીના ભારે કડાકા ભડાકા સાથે ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

(ભુજ) આગાહી વચ્ચે કચ્છમાં વરસાદી માહોલ તો બન્યો છે. જોકે, ક્યાંક ભારે ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિ'થી ગોરંભાયેલા આકાશ વચ્ચે કચ્છમાં રણકાંધીના વિસ્તારમાં ધોધમાર તો અન્યત્ર ઝાપટાં અને કોરો ધાકોડ માહોલ રહ્યો છે. ખાસ કરીને ખાવડાથી ખડીર સુધીની રણકાંધીએ ધોધમાર બે પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ખડીર પંથકમાં ધોળાવીરા સહિત અન્યત્ર વીજળીના ભારે કડાકા ભડાકા સાથે ત્રણથી પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. જ્યારે રાપર, માંડવી અને મુન્દ્રામાં છુટાછવાયા ઝાપટાઓ સાથે અડધાથી બે ઇંચ વરસાદ પડ્યો હતો. જોકે, હજીયે આગાહી સાથે વરસાદી માહોલ હોઈ વરસાદ પડશે એવી આશા છે.

(9:28 am IST)