સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

ફરી ભૂકંપના ૩.૧ની તિવ્રતાના આંચકાથી કચ્છ ધ્રુજ્યું

ભુજ,તા.૨૭: કચ્છમાં ભૂકંપના આંચકાઓ ફરી ધરતી ધ્રુજાવી રહ્યા છે. ત્યારે આજે પરોઢિયે ભૂકંપનો વધુ એક મધ્યમ આંચકો અનુભવાયો હતો.ઙ્ગ

સિસ્મોલોજી કચેરીના રિકટરલ સ્કેલ પર આજે પરોઢિયે ૫.૨૫ વાગ્યે અનુભવાયેલા આ આંચકાની તીવ્રતા ૩.૧ નોંધાઇ છે. કેન્દ્ર બિંદુ અંજારના દૂધઇથી ૨૧ કિલોમીટર દૂર ઉત્ત્।રમાં નોંધાયું છે. ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે.ત્યારે રાજ્યભરમાં ચોમાસુ જોર પકડી રહ્યું છે. ત્યારે બીજી તરફ આજરોજ વહેલી સવારે કચ્છમાં લોકો મીડી નીંદર માણી રહ્યા હતા. ત્યારે આશરે ૩.૧ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જેને લઇને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

જો કે કોઇ જાનહાનિ કે કોઇ પણ બીજા પ્રકારના નુકસાન અંગેના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

(11:07 am IST)