સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

જામકંડોરણા તાલુકાના બંધીયા ગામના ફાર્મ હાઉસમાં મોટું જુગારધામ પકડાયું

રૂપિયા 22 લાખ ના મુદ્દામાલ સાથે 9 શખ્સોની ધરપકડ કરતી જામકંડોરણા પોલીસ: ખરેડી, ખંભાળીયા, માણાવદર, રાજકોટ, મોરબી, ગામના જુગારીઓ ઝડપાયા

ધોરાજી: જામકંડોરણા તાલુકાના બંધીયા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં મોટું જુગારધામ ઝડપાયું છે જામ કંડોરણા પોલીસે ઝડપી પાડ્યું હતું જેમાં 9 શકશો રૂપિયા 4 લાખ 75 હજાર રોકડા અને ૨૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા

જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની સૂચનાથી અને જેતપુરના ડેપ્યુટી એસપી સાગર બાગમાંર ના માર્ગદર્શન હેઠળ જામકંડોરણાના ના પી.એસ.આઇ જે.યુ. ગોહિલ ને મળેલ ચોક્કસ બાતમીના આધારે જામકંડોરણા તાલુકાના બંધીયા ગામની સીમમાં ઘનશ્યામસિંહ જાડેજા ના ફાર્મ હાઉસ ખાતે રેડ પાડતા કુલ નવ શખ્સો રૂપિયા 4.75.200 રોકડા તેમજ ત્રણ ફોરવીલ અને 12 મોબાઈલ કુલ મળી રૂપિયા 2200100  લાખના મુદ્દામાલ સાથે 9 શખ્સોને ઝડપી લીધા હતા જેમાં ફાર્મ હાઉસના માલિક ઘનશ્યામસિંહ દિલુભા જાડેજા રઘુવીરસિંહ જાડેજા ખરેડી ગોવિંદભાઇ ચાવડા ખંભાળિયા વરજાંગભાઈ છેયા માણાવદર પરેશભાઈ રાજપરા રાજકોટ વિપુલભાઈ ઠોરીયા મોરબી તરુણભાઈ ગામી મોરબી મિરલભાઈ ડોડીયા પડધરી અંકિતભાઈ ભાણવડીયા રાજકોટ વિગેરે 9 શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉપરોકત બનાવ અંગે જામકંડોરણાના પીએસઆઇ જે.યુ. ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે

(8:34 am IST)