સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

કચ્છમાં સરહદી વિસ્તારની પ્રસ્તુત મહિલાઓને આરોગ્ય સેવાનો સીધો ફાયદો મળી રહ્યો છે જે હેઠળ તાજેતરમાં ખાવડા સીએચસીમાં જોખમી સ્થિતિમાં આવેલા મોટી રોહતડની પ્રસ્તુતા માતા અને નવજાત શિશુને સમયસર સારવાર મળતા જીવનદાન મળ્યું

કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે દુર્ગમ વિસ્તારમાં ફરીયાદ વચ્ચે ખાવડા જેવા વિસ્તારનો આ કિસ્સો પ્રેરણાદાયક છે

Kutch: સરહદી તથા છેવાડાના વિસ્તારના લોકોને સમયસર આરોગ્યસેવા મળી શકે તે માટે રાજય પ્રયાસો કરી રહિ છે. જે હેઠળ સરકાર દ્વારા છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા આપવા સાથે અધતન સાધનો તથા મેડીકલ સ્ટાફ મુકાયેલો છે. રાજયમાં માતા તથા શિશુ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

કચ્છમાં પણ સરહદી વિસ્તારની પ્રસુતા મહિલાઓને આરોગ્ય સેવાનો સીધો ફાયદો મળી રહ્યો છે. જે હેઠળ તાજેતરમાં ખાવડા સીએચસીમાં જોખમી સ્થિતિમાં પહોંચેલી મોટી રોહતડની પ્રસુતા માતા અને નવજાત શિશુ બંનેને સમયસર સારવાર મળી રહેતા જીવતદાન મળી શક્યું હતું.

25 તારીખે મોટી રોહતડ ગામની 24 વર્ષીય પ્રસુતા મહિલા સુવાવડના દુખાવા સાથે ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર પહોંચી હતી. આ સમયે મહિલાની તપાસ કરતા નવજાત બાળક અને મહિલાના જીવને જોખમ હોય તે સ્થિતિ જોવા મળી હતી. આ સ્થિતીમાં જો મહિલાને ભુજ રીફર કરાય તો રસ્તામાં જ પ્રસુતિ થઇ જાય અને બંનેના જીવ જોખમમાં મુકાઇ જાય તેવી સંભાવના હતી. તેથી ફરજ પર હાજર નર્સ પ્રેક્ટિશનર મીડવાઇફ સ્ટાફના રાજલ સિંગરખિયાએ પોતાની સ્કીલ અને સુઝબુઝથી પ્રસુતાને નોર્મલ ડીલીવરી કરાવીને માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવી લીધો હતો. હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે. કચ્છમા આરોગ્ય ક્ષેત્રે દુર્ગમ વિસ્તારમા ફરીયાદ વચ્ચે ખાવડા જેવા વિસ્તારનો આ કિસ્સો પ્રેરણાદાયક છે.

(10:53 pm IST)