સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાનામુંજીયાસર ગામના સરપંચ ૩ લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ

બિયારણ ખરાબ નીકળતા ખેડૂતોએ ફરિયાદીને વાત કરેલ. જેથી ફરિયાદીએ ખરાબ બિયારણ પેટે ખેડુતોને વળતર આપેલ : ફરિયાદી પાસે રૂ. ૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે રકઝકના અંતે રૂ. ૩,૦૦,૦૦૦/- આપવાના નક્કી થયેલ.

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૭ :  અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાનામુંજીયાસર ગામના સરપંચ ૩ લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.

              પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી  એક જાગૃત નાગરિકે એસીબીમા ફરિયાદ કરીને આરોપી  મનસુખભાઇ બચુભાઈ ક્યાડા (સરપંચ) ગામ-નાના મુંજીયાસર , તા.બગસરા જી. અમરેલી સામે ફરિયાદ કરી હતી જેમાં મારુતિ ઓઇલ મીલ પાસે, ભેસાણ રોડ,જૂનાગઢ ખાતે છટકું ગોઠવ્યું હતું

         જેમા  ફરીયાદી સીંગદાણાના બિયારણનો વેપાર કરતા હોઈ જેની પાસેથી નાના મુંજીયાસાર ગામના ખેડૂતોએ બિયારણ ખરીદ કરેલ. જે બિયારણ ખરાબ નીકળતા ખેડૂતોએ ફરિયાદીને વાત કરેલ. જેથી ફરિયાદીએ ખરાબ બિયારણ પેટે ખેડુતોને વળતર આપેલ. જે બાબતની આરોપીને જાણ થતાં આરોપીએ ફરિયાદીને ટેલીફોનીક સંપર્ક કરી ફરિયાદી પાસે રૂ. ૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે રકઝકના અંતે રૂ. ૩,૦૦,૦૦૦/- આપવાના નક્કી થયેલ. જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ના હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદના આધારે એસીબીએ આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૩,૦૦,૦૦૦/- ની ગેર કાયદેસર રીતે લાંચની માંગણી કરી સ્વીકારી  લાંચની રકમ સાથે સ્થળ ઉપર પકડાઇ જઈ પોતાના સરપંચ તરીકેના હોદ્દાનો દુર ઉપયોગ કરી ગુનો કર્યો હતો. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 ટ્રેપીંગ અધિકારી તરીકે પી.બી.ગઢવી,

પોલીસ ઇન્સ્પેક્ટર જૂનાગઢ એસીબી પો.સ્ટે. તથા ટીમ

તથા સુપરવિઝન અધિકારી તરીકે બી.એલ.દેસાઈ, 

મદદનીશ નિયામક, એસીબી જુનાગઢ એકમ, જુનાગઢ એ કામગીરી કરી હતી.

(8:15 pm IST)