સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

ધોરાજીમાં ખિદમત એ ખ્લક કમિટી દ્વારા 10 મો સમૂહ શાદી સમારોહ સંપન્ન

લોકો શાદીનો પ્રસંગ સાદગીથી કરે ખોટા ખર્ચ પર કાપ મૂકે:મુફ્તી ગુલામ ગોશ અલ્વી સાહેબની મુસ્લિમ સમાજને ટકોર: 31 દુલ્હા 31 દુલ્હન એ નીકાહ પઢી અને નવા લગ્ન જીવનની શરૂઆત કરી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં ખિદમત એ ખ્લક કમિટી દ્વારા 10 મો સમૂહ શાદી  સમારોહ સંપન્ન થયો હતો
  હર હંમેશા માનવ સેવા માટેની કામગીરીમાં અગ્રેસર એવી ધોરાજીની સેવાભાવી સંસ્થા દ્વારા ખિદમત એ ખલક કમિટી કમિટી દ્વારા ભવ્ય સમૂહ શાદી સમારંભ યોજાયો હતો સતત 10 મી વાર યોજાયેલ  સમૂહ શાદીમાં 31 જેટલા દુલ્હા 31 દુલ્હનએ ઈસ્લામી રીતરિવાજ અને ઇસ્લામિક પરંપરા મુજબ નિકહ પડી ને નવા લગન જીવન ની શરૂઆત કરી હતી આ તકે મુસ્લિમ ઓલેમા એ દિન દ્વારા ઇસ્લામ ધર્મ પ્રમાણે નિકાહ કરવી લગન સમારોહમાં થતા ખોટા ખર્ચ પર પણ પાબંદી મૂકવી જેવા વિવિધ બાબતો પર મુફ્તી ગુલામ ગોષ અલ્વી સાહેબ એ એમનું વક્તવ્ય આપ્યું હતું તમામને કરિયાવરમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ હતી આયોજકો દ્વારા મહેમાનો નું સનમાન કરવામાં આવ્યું હતું આ ભગીરથી સેવાના કાર્યને સફળ બનાવવા માટે ખિદમત એ ખલક કમિટી અને રઝવી કમિટી ના કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી

(8:06 pm IST)