News of Monday, 27th June 2022
જામનગરના ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ અરજણ ડાંગરની ૨૫૦૦ની લાંચ લેતા રંગે હાથે ધરપકડ
(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૭: જામનગરના ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ અરજણ ડાંગર ૨૫૦૦ની લાંચ લેતા ACB એ રંગે હાથે ઝડપી પાડયા છે.
અરજીના કામે ૬૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી.અગાઉ ગઈકાલે હેડ કોન્સ્ટેબલ અરજણભાઈએ ૩૫૦૦ રૂપિયાની લાંચ લઈને બાકી રહેતા ૨૫૦૦ રૂપિયા આજે ચોકીમાં જ સ્વીકારતા રંગેહાથે ઝડપી પાડયા છે.(તસવીર : કિંજલ કારસરીયા,જામનગર)
(4:39 pm IST)