સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

જામનગરમાં નવનિયુક્‍ત ડીવાયએસપી જયદેવસિંહ ઝાલાની અધ્‍યક્ષતામાં ફૂટ પેટ્રોલીંગ

જામનગરમાં રવિવારે નવનિયુક્‍ત ડીવાયએસપી જયદિપસિંહ ઝાલાને ચાર્જ સોંપાયા બાદ જામનગરના તળાવની પાળ અને સીટી-એ ડિવિઝન વિસ્‍તારમાં ફુટ પેટ્રોલીંગ કરી કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ નું નિરીક્ષણ કર્યું હતું. ૨૦૨૨ના માર્ચ મહિનામાં જ તાલીમકાળ પૂર્ણ કરનાર ડીવાયએસપી જયદિપસિંહ ઝાલાને સુરતમાં કાયમી પોસ્‍ટિંગ અપાયા ઉપરાંત જામનગરના ડીવાયએસપીનો વધારાનો ચાર્જ સોંપ્‍યો છે. અને તેઓ એ જામનગર નો ચાર્જ પણ વિધિવત રીતે સંભાળી ભૌગોલિક પરિસ્‍થિતિનું નિરીક્ષણ કરવા ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન સીટી-એ ડિવિઝનના પી આઈ એમ.જે. જલુ અને પોલીસ કાફલો જોડાયો હતો. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર :  કિંજલ કારસરીયા, જામનગર)

(1:57 pm IST)