સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

જુનાગઢ ઉપલા દાતાર દર્શનાર્થે ભાવિકોની ભીડ

જુનાગઢ `: કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે ગઇકાલે રવિવારના રોજ ખુશ્નુમા વાતાવરણ વરસાદી માહોલ વચ્ચે ભાવિકો દાતારબાપુના દર્શન માટે ઉમટી પડયા હતા અને બપોરના સમયે ધુપદીપ લોબાનના દર્શન પણ કર્યા હતા અને જગ્યાના મહંત પુ.ભીમબાપુ દ્વારા દર્શને આવેલ ભાવિકો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને ભાવિકોએ દર્શન કરી ભોજનપ્રસાદનો લાભ પણ બહોળી સંખ્યામાં લીધો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ `: વિનુ જોશી -તસ્વીર `: મુકેશ વાઘેલા)

(1:53 pm IST)