News of Monday, 27th June 2022
ધ્રોલના હમાપર દેવપરા ગામે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ૨૦૨૨ ઉજવણી
ધ્રોલ : ધ્રોલના હમાપર અને દેવપરા બન્ને ગામની સંયુક્ત કાર્યક્રમ યોજાયેલ આ કાર્યક્રમના બંને શાળામાંથી કુલ ૩૦ બાળકો ને ધોરણ ૧માં પ્રવેશ આપવામાં આવ્યો હતો ધોરણ-૧૦ અને ૧૨મા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર નું તેમજ ટી.વાય.બી.એ માં હિન્દી વિષયમાં યુનિવર્સિટીમાં પ્રથમ આવેલ વિદ્યાર્થી તથા ગામના બે દીકરીઓ પોલીસમાં પસંદ થયા તેને શીલ્ડ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબા જાડેજા તેમજ ભાજપના આગેવાનો સદસ્યો અને સરપંચ સહિત ગામના લોકો સ્કૂલના શિક્ષકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : સંજય ડાંગર-ધ્રોલ)
(1:31 pm IST)