રાપરમાં ૧૨ લાખના ચરસ, ગાંજા, પોષડોડા સાથે ઝડપાયો
ભૂજ તા.૨૭: બોર્ડર રેન્જ આઇ.જી.પી. જ.આર.મોથલીયા રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી /વેચાણની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેકટર એમ. એન.રાણા એલ.સી.બી. તથા એલ.સી.બી સ્ટાફ દ્વારા હકીકત આધારે રાપર પો.સ્ટે વિસ્તારમાં નિલપર વાડી વિસ્તારમાં આવેલ મકાનમાંથી ગેરકાયદેસર નશીલા પદાર્થ ચરસ, ગાંજો તથા પોષડોડાનો જથ્થા સાથે (૧) અરજણ કંભાભાઇ મકવાણા રહે. ખુબડીમાના મંદિર પાસે. રાકાણી વાડી વિસ્તાર નિલપર તા. રાપરને ઝડપી લીધેલ છે.
નશીલા પદાર્થ સપ્લાય કરનાર તરીકે (૧) રાધા (૨) કુણાલ ઉર્ફે સુથાનસિંહ (૩) દાની કાકા રહે.સામુલીધરા, રાજસ્થાન (૪) રાજુબાબા રહે. બાંસવાડા, રાજસ્થાન ના નામ ખુલ્યા છે.