સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

જામનગર વિસ્‍તારમાં ચોરાયેલ ૬ મોટર સાયકલ સાથે ૪ ઇસમો ઝડપાયા : એક લાખનો ઇંગ્‍લીશ દારૂ ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૭ : છેલ્લા ત્રણેય માસના સમય ગાળા દરમ્‍યાન મોટી ખાવડી ગામે કનસુમરા ગામના પાટીયા પાસે તથા ખંભાળીયા બાયપાસ રાજીવનગર તથા સોનલનગર જેવા વિસ્‍તારમાંથી મોટર સાયકલ ચોરીના બનાવો બનવા પામેલ હતા. જે મોટર સાયકલ ચોરીના બનાવો અંગે ફરીયાદીઓ એ મેધપર પોલીસ સ્‍ટેશન, પંચકોષી બી પોલીસ સ્‍ટેશન તથા સીટી સી ડીવી પોલીસ સ્‍ટેશનમાં અજાણ્‍યા માણસો વિરૂધ્‍ધ ફરીયાદી કરેલ હતી જે ગુનાઓ વણશોધાયેલ હતા.

પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાં બનેલ વણશોધાયેલા મોટર સાયકલ ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. કે.કે.ગોહીલને સુચના કરેલ હોય.જેથી પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

આ દરમ્‍યાન સ્‍ટાફના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા તથા યશપાલસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે દરેડ ગામે મસીતીયા રોડ ઉપર મુરલીધર સોસાયટી પાસેથી હોન્‍ડા, એકટીવા, એકસેસ મળી કુલ ૬ મો.સા. કિ.રૂા. ૧,૫૦,૦૦૦ના મુદ્દામાલ સાથે (૧) રવિરાજસિંહ મહેન્‍દ્રસિંહ કંચવા રહે. મુરલીધર સોસાયટી મસીતીયા રોડ દરેડ, (૨) વિપુલભાઇ જયેશભાઇ મકવાણા રહે મુરલીધર સોસાયટી મસીતીયા રોડ દરેડ, (૩) નવાજ હારૂનભાઇ આમરા રહે. મયુરનગર પાસે નવા આવાસ ત્રણ માળીયા (૪) ગજરાજસિંહ કનકસિંહ રાઠોડ રહે. ખોડીયાર કોલોની સોનલનગર જામનગરને  ઝડપી લીધા હતા.

જ્‍યારે બાલાજી ઉર્ફે બાલો રામજીભાઇ પરમાર રહે. હનુમાન ટેકરી, અજયસિંહ રણજીતસિંહ જાડેજા રહે મારૂતીનગર, ધર્મેન્‍દ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા રહે. સોનલનગરની શોધખોળ ચાલુ છે.

નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્‍સ.જે.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્‍સ. એમ.જે.જલુ પો.સબ.ઇન્‍સ. એમ.વી.મોઢવાડીયા તથા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો સાથે પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન સર્વેલન્‍સ સ્‍ટાફના પો.કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ નીરૂભાઇ સોઢા તથા પો.કોન્‍સ. મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. વનરાજભાઇ ભગુભાઇ ખવડને બાતમી મળેલ કે યુનો કેમીસ્‍ટની સામેની ગલીમાથી એક ઇસમ સફેદ કલરની હ્યુન્‍ડાઇ કંપનીનો વર્ના કારમાં વિદેશી દારૂની બોટલો લઇ નીકળવાનો હોય તેવી હકીકતના આધારે વોચમાં રહી વર્ના કાર નીકળતા રોકવાનો પ્રયાસ કરતા રોકેલ નહી અને નાશી જઇ દી પ્‍લોટ ૫૬ વિસ્‍તારમાંથી વર્ના કારનો ચાલક વર્ના કાર છોડી ભાગી ગયેલ હોય અને કારની ઝડપી તપાસ કરતા હ્યુન્‍ડાઇ કંપનીની વર્ના કાર જીજે-૧૨-ડીજી-૫૨૫૬ વાળી માંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૦૮ કુલ કિં. ૫૪,૦૦૦ તથા વર્ના કાર કિ. રૂા. ૩,૦૦,૦૦૦ તથા એક મોબાઇલ કિ. રૂા. ૫૦૦ મળી કુલ રૂા. ૩,૫૪,૫૦૦ મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબ્‍જે કરેલ છે.

ઇન્‍ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ બાતમી મળેલ કે યુનો કેમીસ્‍ટની સામેથી ગલીમાથી એક ઇસમ સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્‍વીફટ કારમાં વિદેશી દારૂની બોટલો લઇ નીકળવાનો હોય તેવી હકીકતના આધાર આર.આર.મોલ પાસે વોચમાં રહી સ્‍વીફટ કાર નીકળતા રોકવાનો પ્રયાસ કરતા રોકેલ નહી અનં નાશી જઇ પ્‍લોટ ૪૯ આશાપુરા મંદિરની પાછળ સ્‍વીફટ કાર છોડી ભાગી ગયેલ હોય અને કારની ઝડપતી તપાસ કરતા જીજે-૧-કેવી-૨૮૬૨ વાળી માંથી બોટલ નંગ ૧૨૦ કુલ કિ.રૂ. ૬૦,૦૦૦ તથા સ્‍વીફટ કારની કિં.રૂા. ૫,૦૦,૦૦૦ મળી રૂ. ૫,૬૦,૦૦૦ મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબ્‍જે કરેલ છે. અને કારના ચાલકોની શોધવા તજવીજ ચાલુ છે.

આ કામગીરીમાં પો.હેડ કોન્‍સ. યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા પો.કોન્‍સ. પ્રવિણભાઇ ભીખાભાઇ પરમાર તથા શિવરાજસિંહ નટુભાઇ રાઠોડ, તથા મહાવિરસિંહ વનરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડ, તથા યોગેન્‍દ્રસિંહ નીરૂભા સોઢા દ્વારા કરવામાં આવેલ છે.

(1:29 pm IST)