સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

કચ્છ કોંગ્રેસ દ્વારા અગ્નિપથ યોજનાનો વિરોધ: અંજારમા ધરણાં કાર્યક્રમ

કાયદો પરત લેવામાં નહિ આવે તો આગામી દિવસો માં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : આજ રોજ અંજાર તાલુકા મથકે અંજાર તાલુકા/શહેર કોંગ્રેસ ના આગેવાનો ભાજપ ની સરકાર યુવાનોના ભવિષ્યને નુકસાન થાય તેવું અગનીપથ યોજના લાગુ કરવા જઈ રહેલ છે અને શિક્ષિત યુવાનો ને માત્ર 4 વરસ ના ટૂંકા સમય માટે નોકરી ની લાલચ આપી યુવાનો ના ભવિષ્ય ધૂંધળું કરી રહેલ છે ત્યારે કોંગ્રેસ પક્ષ ની માંગ છે કે આ અગ્નિપથ યોજના પરત લેવામાં આવે અને સેના માં 2.5 લાખ જેટલી જગ્યા ઑ ખાલી છે તાત્કાલિક ભરવામાં આવે તેવી માંગ સાથે સમગ્ર ભારત માં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણાં નો કાર્યક્રમ રાખેલ છે જેના ભાગરૂપે ઐતિહાસિક શહેર અંજાર મધ્યે સવારે 10 થી 1 વાગ્યા સુધી ધરણાં નો કાર્યક્રમ રાખવા માં આવ્યો જેમાં અંજાર શહેર તેમજ તાલુકા ના આગેવાનો હજાર રહ્યા હતા આ કાયદો પરત લેવામાં નહિ આવે તો આગામી દિવસો માં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ કાર્યક્રમ માં  જેમાં પ્રદેશ સમિતિ ના મહામંત્રી વી.કે. હુંબલ 

અંજાર શહેર પ્રમુખ. અલ્પેશ દરજી

અંજાર તાલુકા પ્રમુખ

કરશન ભાઈ રબારી

અંજાર વિધાનસભા ના પ્રભારી ગની ભાઈ કુંભાર 

રમેશ ભાઈ ડાંગર, દિનેશ માતા,વિનોદભાઈ ઠક્કર, ભાવેશ ભાઈ ઠક્કર,યુવરાજસિંહ વાઘેલા,રમેશ ભાઈ આહીર,જતીનભાઈ પટેલ,જગદીશભાઈ ધામેચા,અરજણભાઇ આહીર,મહાદેવ ભાઈ આહીર,ખોડાભાઇ રબારી,અર્વિંદગર બાવાજી,કાંતિભાઈ અદિવાલ,ભાંજીભાઈ મહેશ્વરી, દાઉદભાઈ મજોથી, અભુભાઈ નોડે સહિત ના આગેવાન  ઉપસ્થિત રહ્યા હતા

(1:04 pm IST)