સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

દિન દયાળ પોર્ટ કંડલાના યુનિયનના કામદારોના કેસ અંગે હાઇકોર્ટનો આદેશ : બે યુનિયનના કેસો સાથે જોડીને ચલાવવા કર્યો હુકમ

ભુજ,તા. ૨૭:  દિન દયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા પોર્ટ)માં કામદાર યુનિયનની સભ્‍ય સંખ્‍યાના વેરિફિકેશનની પ્રક્રિયામાં ઓથોરાઈઝેશન ફોર્મ તમામને ઈશ્‍યુ કરવા તથા ૧૩૬ નોન પુલ રોજંદાર કામદારોને મતદાન હકક માટે હાથ ધરાયેલી ન્‍યાયિક પ્રક્રિયા સંદર્ભે ગુજરાત જ હાઈકોર્ટ આ કેસને અન્‍ય યુનિયનના કેસ સાથે ટેગ કરી બંને કેસો સાથે ચલાવવા આદેશ આપ્‍યો હતો.

કામદારોની સંખ્‍યાના વેરિફિકેશનમા ચેક ઓફ સિસ્‍ટમને લૂઈને કુશળ અને અકુશળ કામદાર સંગઠન દ્વારા ગત ઓકટોબર-૨૦૨૧માં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાદ માગવામાં આવી હતી. તાજેતરમાં આ કેસ આ આ સંદર્ભ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં એડવોકેટ અમન સમા અને મિત કાકડિયાએ દલીલો કરી હતી. હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ ટ્રાન્‍સપોર્ટ એન્‍ડ એક વર્ક્‍સ (એચ એમ.એસ.) દ્વારા બે ટ્રીપની માગણી માટે કરાયેલી અરજી સંલગ્ન કેસ અને કુશળ અકુશળ સંગઠનના કેસને ટેગ કરવા આદેશ આપ્‍યો હતો. આગામી ૨૭/૭ના બને કેસોની સુનાવણી સાથે હાથ ધરાશે

યુનિયના સચિવ વેલજીભાઈ જાટે એક યાદીમાં જણાવ્‍યું હતું કે, એચ.એમ.એસ. યુનિયન દ્વારા કરાયેલો કેસ આડકતરી રીતે અમારા કેસ સાથે જોડાયેલો હોવાથી હાઇકોર્ટ હુક્‍મ તળે બંને કેસો સાથે ચાલશે.

(11:50 am IST)