સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

બેલાની ખાણમાં ભાગ આપી દેજે ઢાંક ગામે વસંતભાઇ ગજેરા પર ૪ શખ્‍સોનો હુમલો

કિશોર હુંબલ તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે ફરીયાદ

રાજકોટ તા. ર૭ : ભાયાવદરના ઢાંક ગામે બેલાની ખાણમાં ભાગ આપી દે જે તેમ કહી પટેલ વૃધ્‍ધ ઉપર ચાર શખ્‍સોએ લાકડી-પાઇપથી હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ ઢાંક ગામે રહેતા વસંતભાઇ વિરજીભાઇ ગજેરા (ઉ.વ. ૬ર) બેલાની ખાણેથી પરત આવતા હતા ત્‍યારે કિશોર બાવનજીભાઇ હુંબલ રે. જાર તથા તેની સાથેના ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ બેલાની ખાણમાં ભાગ આપી દેજે તેમ કહી લાકડી અને લોખંડના પાઇપથી હુમલો કરતા વસંતભાઇને  ફ્રેકચર જેવી ઇજા થઇ હતી. તેમજ ઉકત ચારેય શખ્‍સોએ વૃધ્‍ધ તથા તેના પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી.આ અંગે ઇજાગ્રસ્‍ત વસંતભાઇની ફરીયાદ ઉપરથી ભાયાવદર પોલીસે ઉકત ચારેય સામે ગુન્‍હો દાખલ કર્યો હતો.

(11:43 am IST)