સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

સ્‍વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્‍પિટલને દવે પરિવાર દ્વારા ૨૫ લાખનું દાન અર્પણ

રાજકોટ : ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબીમાં સ્‍વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્‍ટ દ્વારા સ્‍વામીશ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્‍પિટલમાં વિવિધ સુવિધાઓ વિનામૂલ્‍યે આપવામાં આવે છે. આ નિઃશુલ્‍ક આરોગ્‍યલક્ષી સેવાકાર્યમાં સ્‍વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્‍પિટલને મદદરૂપ થવા અમદાવાદના નર્મદાશંકર મણિશંકર દવે તથા શ્રીમતિ કમળાબેન દવેના સ્‍મરણાર્થે તેમના પુત્ર ભરતભાઇ દવે અને પુત્રવધૂ દત્તાબેન દવે, પૌત્રીઓ સ્‍મૃતિબેન અને વિભૂતિબેન દવે તરફથી રૂા. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. દવે પરિવારે હોસ્‍પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. ભાવનગર જિલ્લાના તરસમિયા આશ્રમે પૂ. ભોલાનંદ સ્‍વામીના આશિર્વાદ પણ દવે પરિવારે લીધા હતા. તેઓને પૂ. નિર્દોષાનંદજી સ્‍વામીનો ‘જીવન ચરિતામૃત' ગ્રંથ આપવામાં આવ્‍યો હતો. આ તકે ટ્રસ્‍ટી અશોકભાઇ ગીડા, રાજુભાઇ ગીડા ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:20 am IST)