સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

મોરબીની પોસ્ટ ઓફિસમાં મંગળવારે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત કેમ્પ યોજાશે.

મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે તા. ૨૮ ને મંગળવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી સુકન્યા સમૃદ્ધી યોજના હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પમાં આવનારને સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનું ફોર્મ ભરી આપવામાં આવશે સાથે જ તે જ દિવસે ખાતું ખોલી આપવામાં આવશે
0 થી 10 વર્ષ સુધીની કન્યાનું ખાતું ખોલી આપવામાં આવશે જે ખાતું ખોલાવવા માટે કન્યાનો જન્મ તારીખનો દાખલો, માતા-અથવા પિતાનો પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ અને આધારકાર્ડ પાન કાર્ડની ઝેરોક્ષ સાથે રાખવાના રહેશે.

(11:36 pm IST)