સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th May 2023

મોરબીની મોટાભાગની ખાનગી સ્કૂલોએ ફી વધારો માંગ્યો

મોરબી જિલ્લાની 259 શાળાઓએ ફી વધારો માંગ્યો

મોરબી જિલ્લામાં આવેલી મોટાભાગની ખાનગી સ્કૂલોએ સરકાર સમક્ષ ફી વધારાની દરખાસ્ત કરી છે. જો કે ફી વધારા મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વાલીઓનો ખાનગી સ્કૂલો વધુ ફી વસુલતી હોવાના વિરોધ વચ્ચે સરકારે ફી નિયત્રણ કર્યું હોય ત્યારે ફરી ખાનગી સ્કૂલોએ ફી વધારો માંગતા વાલીઓ અને સરકાર કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.

મોરબી જિલ્લામાં કુલ 202 જેટલી પ્રાઇવેટ પ્રાથમિક શાળાઓ આવેલી છે અને માધ્યમિકમાં 110 જેટલી ખાનગી સ્કૂલો આવેલી છે. એમાંથી મોટાભાગની ખાનગી સ્કૂલો દ્વારા સરકારમાં ફી વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. જ્યારે કુલ 202 પ્રાથમિક શાળાઓમાંથી 157 ખાનગી પ્રાથમિક સ્કૂલોએ ફી વધારો માંગ્યો છે. જ્યારે 110 માધ્યમિક શાળામાંથી 102 માધ્યમિક શાળાઓએ ફી વધારો માંગ્યો છે. તેથી સરકારની ખાનગી સ્કૂલોમાં ફી નિયત્રિત કરતી એફઆરસી કમિટી કેટલી શાળાઓને ફી વધારાની મંજુરી આપે છે તે જોવાનું રહ્યું.

(12:59 am IST)