સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th May 2023

કચ્છમાં ફરી ઝડપાયું ડ્રગ્સ :કોટેશ્વર નજીક કોરી ક્રીક ટાપુ પાસેથી ડ્રગ્સના પેકેટ મળ્યા :અંદાજે 5 કરોડનું ડ્રગ્સ પકડાયું

BSFની ટીમે કોટેશ્વર નજીક કોરી ક્રીક ટાપુ પાસે તપાસ હાથ ધરી

કચ્છ સરહદે BSF દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં વધુ એક વખત ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું.BSFની ટીમે કોટેશ્વર નજીક કોરી ક્રીક ટાપુ પાસે તપાસ હાથ ધરી હતી. જેમાં ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું. અંદાજે ડ્રગ્સની કિંમત 5 કરોડથી વધુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મહત્વનું છે કે આ ડ્રગ્સ પણ દરિયામાં વહી આવેલા પેકેટ જેવું જ હોવાથી આ દિશામાં વધુ વધુ તપાસ હાથ ધરી છે.

   અગાઉ 11 એપ્રિલ ના રોજ કચ્છમાંથી MD ડ્રગ્સ ઝડપાયું હતું. પૂર્વ કચ્છ SOG એ  MD ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભચાઉ નજીક એક મહિલા અને એક યુવકની ધરપકડ કરાઈ હતી. પોલીસે 3.22 કિલો ગ્રામ MD ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે 5.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 થોડા દિવસ પહેલા પણ 3.42 લાખનું  MD ડ્રગ્સ ઝડપાયું હતું 30 માર્ચ 2023 નાં રોજ પણ કચ્છનાં માધાપર પાસે SOG ને મળેલ બાતમીના આધારે 34.2 ગ્રામ  મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત 3.42 લાખનાં MD ડ્રગ્સ સહિત એક મહિલાને ઝડપી પાડી હતી. ત્યારે મહિલા રેશમા ક્રિષ્ના મંડલની પૂછપરછ કરતા તે પશ્ચિમ બંગાળની રહેવાસી છે તેમજ માધાપર હાઈવે ઉપર રહે છે. ત્યારે મહિલા મુંબઈમાં બાંદ્રા ખાતેથી ખરીદી કરી ભુજ પરત આવી હતી. 

   

(12:20 am IST)