સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th May 2022

મોરબીમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાશે.

મોરબી :રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી જિલ્લાના પ્રવાસે છે જેમાં તા ૩૦ મેના સવારે ૯:૪૫ કલાકે તેઓ એન.આઈ.સી. કોન્ફરન્સ હોલ કલેકટર કચેરી ખાતે પ્રધાનમંત્રી કેર્સ ફોર ચિલ્ડ્રન લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨:૦૦ કલાકે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે પ્રિમોન્સુન કામગીરી સંદર્ભ સમીક્ષા બેઠકમાં હાજર રહેશે
 
સંભવિત ભારે વરસાદ, પુર વાવઝોડુ કે અન્ય કુદરતી આપત્તિઓને તાત્કાલિક પહોંચી વળવાના આયોજન તેમજ પૂર્વ તૈયારી માટે રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને તા.૩૦/૦૫/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. જેમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે તથા ૧:૦૦ કલાકે મોરબી નગરપાલીકાના અધિકારીઓ/પદાધિકારીઓ સાથે પ્રિમોન્સુન કામગીરી અંગેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

 

(11:45 pm IST)