સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th May 2022

મોરબીમાં ચાલતી સતશ્રીની કથામાં બાલાજી અને મારુતિ ગ્રુપ લખધીરગઢ દ્વારા ચકલી ઘર અને ચકલીના માળાનું વિના મૂલ્યે વિતરણ

ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે ચાલતી સતશ્રીની કથામાં ૬૫૦ જેટલા ચકલીઘર અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૭: મોરબીના રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર ફાર્મમાં ઉમિયા માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની સંસાર રામાયણ પારાયણ ચાલે છે ભાવિકજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી કથા શ્રવણ કરી રહ્યા છે તેમજ દરરોજ દેશ વિદેશમાં રહેતા આઠ લાખ જેટલા લોકો ઓનલાઈન કથા નિહાળી સંસારની આધિ,વ્યાધિ,ઉપાધિ માંથી મુકિત મેળવવા માર્ગદર્શન મેળવી રહ્યા છે ત્યારે જીવદયા માટે ચકલીના રક્ષણ સંરક્ષણ માટે તેમજ ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા ચાલતા અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે પલંગ, ખુરશી, કેલીપર્સ, કાંખઘોડી, વહીલ ચેર પુરી પાડી સેવાકાર્ય કરતા ટંકારાના લખધીરગઢ ગામના બાલાજી અને મારુતિ ગ્રુપ દ્વારા ૬૫૦ જેટલા કાષ્ઠના ચકલી ઘર અને પ્લાસ્ટિકના ચકલીના માળાનું કથા સ્થળે વિના મૂલ્યે વિતરણ કરી મનસુખભાઇ ફેફર, નીતિનભાઈ બોડા, રાકેશભાઈ સવસાણી, વલ્લભભાઈ સીતાપરા વગેરે કાર્યકર્તાઓએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

(1:39 pm IST)