ગોંડલ તાલુકા સેવાસદનમાં આધારકાર્ડની કામગીરી ત્રણ માસથી બંધ
ગોંડલ, તા.૨૬: તાલુકા સેવાસદનમાં છેલ્લા ત્રણ માસથી આધારકાર્ડની કામગીરી બંધ હોય લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય છે. શહેર કોંગ્રેસ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા એ જણાવ્યું હતું કે શહેર ઉપરાંત તાલુકામાંથી મોટાભાગના લોકો આધાર કાર્ડ કઢાવવા માટેᅠ તાલુકા સેવાસદનમાં આવતા હોય છેᅠ પરંતુ છેલ્લા ત્રણ માસથીᅠ તાલુકા સેવાસદનમાં આધાર કાર્ડ કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હોય મામલતદાર આ અંગે ટેલિફોનિક પૂછવામાં આવતા તેઓ દ્વારા પણ ત્રણ મહિનાથી કામગીરી બંધ હોવાનું જણાવાયું હતું. કામગીરી બંધ થવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોયᅠ શહેર કોંગ્રેસ દ્વારા આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે આગામી દિવસોમાં તાકીદે તાલુકા સેવાસદનમાં આધારકાર્ડ કાર્યવાહી શરૂ થાય તે અંગે ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર અને રાજય સરકારને આવેદનપત્ર આપવામાં આવનાર છે.