સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th May 2022

કેરળમાં ‘પાવર ઓફ ડેમોક્રેસી' અંતર્ગત યોજાઇ દેશના મહિલા ધારાસભ્‍યોની પરિષદ : રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ, લોકસભા સ્‍પીકર ઓમ બિરલાની ઉપસ્‍થિતિ : ગુજરાત વિધાનસભાના સ્‍પીકર ડો. નીમાબેન આચાર્યનું ‘બંધારણ અને મહિલાના અધિકારો' ઉપર મનનીય વકતવ્‍ય

ભુજ : ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર આઝાદી કા અમૃત મહોત્‍સવની ઊજવણીના ભાગરૂપે કેરળ વિધાનસભા દ્વારા ‘પાવર ઓફ ડેમોક્રેસી' થીમ અંતર્ગત દેશની તમામ રાજયોની મહિલા ધારાસભ્‍યોની સૌપ્રથમ રાષ્ટ્રીય પરિષદ થીરૂવનંતપુરમ ખાતે યોજાઈ હતી. આ પરિષદનું ઉદ્દઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું. આ રાષ્ટ્રીય કોન્‍ફરન્‍સનું સમાપન લોકસભાના સ્‍પીકર ઓમ બિરલાજીએ કર્યું હતું. આ પરિષદમાં ગુજરાત રાજય ખાતેથી વિધાનસભાના અધ્‍યક્ષા ડો. નિમાબેન આચાર્ય, રા.ક. મંત્રી નિમીષાબેન સુથાર અને અન્‍ય ૪ મહિલા ધારાસભ્‍યોએ ભાગ લીધો હતો. આ પરિષદમાં ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ નીમાબેન આચાર્યએ ‘બંધારણ અને મહિલાના અધિકારો' વિષય પરત્‍વે પોતાના વિચારો વ્‍યકત કર્યા હતા. (તસ્‍વીર - અહેવાલ : વિનોદ ગાલા, ભુજ)

(11:05 am IST)