સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th May 2020

વંથલીના કેશોદ હાઇવે પર પેટ્રોલપમ્પ નજીક પ્રેમી યુગલની કરપીણ હત્યા : માંગરોળના દરસાલી ગામના પ્રેમીયુગલ ચાર મહિના પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા

પ્રેમી યુગલ સ્પ્લેન્ડર પર જૂનાગઢ તરફ જતા હોય હત્યારાઓ એ આંતરી કુહાડીના ઘા જીકી હત્યા કરાય હોવાની આશંકા

જૂનાગઢના વંથલીના કેશોદ હાઇવે પર આવેલ પેટ્રોલપંપ નજીક સંજય રામસી રામ અને ધારાબેન સંજયભાઈ રામ નામના પ્રેમી યુગલ સ્પ્લેન્ડર પર જૂનાગઢ તરફ જતા હોય હત્યારાઓ એ આંતરી કુહાડીના ઘા જીકી હત્યા કરાય હોવાની આશંકા. પ્રેમી યુગલ માંગરોળ નજીક ના દરસાલી ગામના હોવાનું અને ચારેક મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યાનું આવ્યું બહાર આવ્યું છે. હત્યા કોને કરી અને ક્યાં કારણે કરી તેની પોલીસ દ્રારા તપાસ કરવામાં આવી રહી છે

 

(7:48 pm IST)