સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th May 2019

લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા વર્કશોપ

 અમરેલી : અમરેલી જિલ્લામાં કવેસ્ટ પોગ્રામ દ્વારા લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલે વિદ્યાજગત સાથે જોડાયેલા લોકોમાં અનોખી અસર પાડી છે. કવેસ્ટનો  ોગ્રામનું ઈન્ટરનેશનલ લાયન્સમાં ખૂબ મહત્વ છે. જેમાં લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલનું નામ ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બહુમાન સાથે લેવામાં આવે છે કારણ કે કોઈ એક કલબ દ્વારા સોળ કવેસ્ટના કાર્યક્રમ થયા હોય તેવું પ્રથમ વખત બન્યું છે. લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સોળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાથે લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલે વર્લ્ડ રેકોર્ડ અકબંધ કરી લીધો છે. સોળમાં લાયન્સ કવેસ્ટ ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન બગસરા સ્થિત શ્રીમતિ કે જી ધાણક વિદ્યામંદિરમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદદ્યાટન DDO શ્રી સી એમ પાડલીયા, ડિસ્ટ્રિકટ ગવર્નર ચંદ્રકાન્તભાઈ દફતરી, અમરેલી એડિશનલ કલેકટર શ્રી પી એમ ડોબરિયા, સેકન્ડ વાઈસ ડિસ્ટ્રિકટ ગવર્નર વસંત મોવલિયા, DEO-માધ્યમિક શ્રી એમ. જી. પ્રજાપતિ,  DEO-પ્રાઈમરી શ્રી સી એમ જાદવ, સંસ્થાના ટ્રસ્ટી સંજયભાઈ ધાણક, આચાર્યા કિર્તીબેન પરમાર અને મુકેશ પંચાસરાએ કર્યું હતું. આ કાર્યક્રમને લઈને લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ અને ડિસ્ટ્રિકટ 3232-J ના વાઈસ ડિસ્ટ્રિકટ ગવર્નર વસંત મોવલિયાએ કહ્યું હતું કે, અમરેલી જિલ્લામાં લાયન્સ કવેસ્ટ કાર્યક્રમને અદભૂત પ્રતિસાદ મળ્યો છે. શિક્ષકો રાષ્ટ્રના દ્યડતર માટે ખૂબ મહત્વની ભુમિકા ભજવે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે આત્મિયતા વધે અને પાયાની કેળવણી કઈ રીતે આપવી તેની તાલીમ આ સેમિનારમાં આપવામાં આવે છેઆ તાલીમ સેમિનારમાં વિવિધ શાળાના ૪૦ થી વધુ શિક્ષકોએ ભાગ લીધો છે. લાયન્સ કવેસ્ટ સેમિનારના ટ્રેનર તરીકે યોગેશ પોટા હતાં. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે લાયન્સ સદસ્ય દિનેશ કાબરિયા, મુકેશ કોરાટ હાજર રહ્યાં હતાં. જયારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેકટ ચેરમેન તરીકેની કામગીરી લાયન રાકેશ નાકરાણી, લાયન રોહિત મહેતા તથા લાયન મગન વસોયાએ સુપેર નિભાવી હતી. (તસ્વીર : અહેવાલ : અરવિંદ નિર્મળ : અમરેલી)

(1:22 pm IST)