સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th May 2019

સાવરકુંડલાના બાઢડામાં હનીટ્રેપઃ રપ લાખની ખંડણી પ્રકણમાં ઝડપાયેલા પ ના રિમાન્ડની તજવીજ : મહિલા સહિત પ ની શોધખોળ

અમરેલી-સાવરકુંડલા, તા. ર૭:  સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામેથી હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી અપહરણ થયેલ વ્યકિતને છોડાવવા અપહરણકારોએ રૂ.૨૫,૦૦,૦૦૦/- (પચ્ચીસ લાખ)ની ખંડણીની માંગણી કરતાં  અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ  નાઓએ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આ ગુન્હાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી અપહ્યત વ્યકિતને સહી-સલામત છોડાવવા ખાસ સુચના અને માર્ગદર્શન આપી રેપીડ એકશન પ્લાન તૈયાર કરેલ હોય જે મુજબ  એલ.સી.બી.તથા એસ.ઓ.જી.  ની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓ અને અપહ્યત વ્યકિત અંગે સદ્યન તપાસ હાથ ધરવામાં આવેલ અને  એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી આર.કે. કરમટા તથા એસ.ઓ.જી. ટીમ  દ્વારા અપહરણ થયેલ વ્યકિતને  વિસાવદર તાલુકાના લીમધ્રા ગામની ઙ્ગસીમ  માંથી સહી-સલામત છોડાવેલ અને અપહરણકારોને પકડી પાડેલ છે.

અશ્વિનભાઇ ભીખાભાઇ સરધારા, ઉં.વ.-૪૦, રહે. બાઢડા, તા.સાવરકુંડલા, હાલ રહે. અમદાવાદ, બાપુનગર વાળાએ જાહેર કરેલ કે પોતાના મોબાઇલમાં પોતાના નાના ભાઇ કલ્પેશ ભીખાભાઇ સરધારા, ઉં.વ.-૪૩ રહે.બાઢડા વાળાના મોબાઇલમાંથી ફોન આવેલ અને પોતાની સાથે અપહરણકારે વાત કરેલ કે તારા ભાઇ કલ્પેશનું અમે અપહરણ કરેલ છે અને જો તેને જીવતો જોવો હોય તો રૂ.૨૫,૦૦,૦૦૦/- આપવા પડશે અને તારા ભાઇની અશ્લીલ સીડી પણ અમે ઉતારી છે તેમ કહી આંગડીયામાં ખંડણી પેટેના રૂપીયા મોકલી આપવા જણાવેલ હોવાની ફરિયાદ આપતાં  સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.- ૪૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ- ૩૬૪, ૫૦૭  મુજબનો ગુન્હો અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ નોંધાયેલ હતો.

પોલીસે ભીખુભાઇ ભોળાભાઇ કરમટા, ઉં.વ.-૩૬, રહે.સાવરકુંડલા, અંબિકા સોસાયટી, દ્યાનાભાઇ આલસુરભાઇ ગુજરીયા, ઉં.વ.-૩૧, રહે.વિસાવદર, હનુમાનપરા સતાધાર રોડ., દિનેશભાઇ દેવજીભાઇ ડાભી, ઉં.વ.-૪૦, રહે.લીમધ્રા, તા.વિસાવદર, શબ્બીરભાઇ રમઝાનભાઇ મોરી, ઉં.વ.-૨૨, રહે.લીમધ્રા, તા.વિસાવદ અને   પ્રવિણાબેન ઉર્ફે પરમા વા/ઓ પોપટભાઇ નથુભાઇસુસરા, ઉં.વ.-૨૯, રહે.ખંભાળા, તા.બાબરાને ઝડપી પાડેલ છે.

જયારે ઈમ્તીયાજ ઉર્ફે પોપટ જાવેદભાઇ બ્લોચ રહે. હનુમાનપરા, વિસાવદર, જી.જુનાગઢ, અફઝલ ઉર્ફે અજો બોદુભાઇ મંદ્યરા રહે. હનુમાનપરા, વિસાવદર, જી.જુનાગઢ, નાશીર રાયમલભાઇ શેખ રહે. હનુમાનપરા, વિસાવદર, જી.જુનાગઢ, શોયબ રહીમભાઇ ફુલછેડા રહે.વિસાવદર અને  પ.રેખા ઉર્ફે અનુબેન W/O વિરમભાઇ મેવાડા રહે.સાવરકુંડલા, કેવડાપરાની શોધખોળ હાથ ધરી છે.

સાવરકુંડલા અંબિકા સોસાયટીમાં રહેતા ભીખુભાઇ ભોળાભાઇ કરમટા તથા બાબરા તાલુકાનાં ખંભાળા ગામે રહેતી પ્રવિણાબેન ઉર્ફે પરમા વા/ઓ પોપટભાઇ નથુભાઇ સુસરાએ મળીને  હનીટ્રેપનો પ્લાન  બનાવેલ હતો અને તે પ્લાન મુજબ પ્રવિણાબેન ઉર્ફે પરમાએ ભોગ બનનાર કલ્પેશભાઇ ભીખાભાઇ સરધારા સાથે પરિચય કેળવી ફોનમાં વાતો કરી પ્રેમ જાળમાં ફસાવેલ અને કલ્પેશભાઇને મળવા માટે બોલાવતાં કલ્પેશભાઇ પોતાની અલ્ટો ફોરવ્હીલ કારમાં પ્રવિણાબેન ઉર્ફે પરમાને લેવા માટે સાવરકુંડલા આવેલ અને પ્રવિણાબેનને પોતાની ફોરવ્હીલમાં બેસાડી બાઢડા ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ લઇ ગયેલ. અને વાડીએ કલ્પેશભાઇ આ પ્રવિણાબેન ઉર્ફે પરમા સાથે હાજર હતાં ત્યારે અગાઉથી નક્કી થયા મુજબ અન્ય આરોપીઓ જેમાં પ્રવિણાબેન ઉર્ફે પરમાની બહેન રેખાબેન ઉર્ફે અનુબેન વા/ઓ વિરમભાઇ મેવાડા, રહે.સાવરકુંડલા તથા દ્યાનાભાઇ આલસુરભાઇ ગુજરીયા તથા ઇમ્તીયાઝ ઉર્ફે પોપટ જાવેદભાઇ બ્લોચ, રહે.વિસાવદર વિ. ત્યાં આવી ગયેલ અને આ પ્રવિણાબેન ઉર્ફે પરમા સાથે તું અત્યારે અહીં શું કરે છે ? તેમ કહી કલ્પેશભાઇ તથા પ્રવિણાબેન ઉર્ફે પરમાના ફોટા પાડી લીધેલ કલ્પેશભાઇને માર મારવા લાગેલ અને ઇમ્તીયાઝે છરી કાઢી કલ્પેશભાઇના પગના ભાગે છરીની અણીઓ ખુતાડેલ અને કહેલ કે ''તું રૂપીયા પચાસ લાખ આપ તો તને જવા દઇએ નહીતર તને અમે જુનાગઢ લઇ જઇ મારી નાખશુ તેમ કહેતાં અલ્પેશભાઇએ કહેલ કે ''મારાથી આટલા રૂપીયા અત્યારે કેમ થાય?'' તેમ કહેતા આ લોકોએ કલ્પેશભાઇને તેની જ અલ્ટો ફોરવ્હીલ ગાડીમાં બેસાડી વિસાવદર દિનેશભાઇ દેવજીભાઇ ડાભી, રહે.લીમધ્રા, તા.વિસાવદર વાળાનીવાડીએ લઇ જઇ કલ્પેશભાઇને આંખે પાટા બાંધી દીધેલ અને કલ્પેશભાઇની ખુબ વિનંતી પછી પચાસ લાખમાંથી પચ્ચીસ લાખ લેવા તૈયાર થઇ ગયેલ અને કલ્પેશભાઇના મોબાઇલમાંથી તેના મોટા ભાઇ અશ્વિનભાઇના મોબાઇલમાં ફોન કરી  કલ્પેશભાઇને છોડવાના અને તેના ફોટા વાઇરલ નહીં કરવાના બદલામાં રૂપીયા પચ્ચીસ લાખની ખંડણીની માંગણી કરેલ હતી  અને આ રકમ આંગડીયામાં મારફતે મોકલી આપવા જણાવેલ હતું. ફરિયાદીએ આટલી મોટી રકમની વ્યવસ્થા કરવા થોડા વધુ સમયની માંગણી કરેલ હોય આ સમય દરમ્યાન અમરેલી એસ.ઓ.જી. ટીમે ટેકનીકલ સોર્સથી ભોગ બનનાર કલ્પેશભાઇનું પગેરૃં શોધી કાઢી વિસાવદર ગામની સીમમાં આવેલ વાડીએથી તેમને સહી-સલામત છોડાવેલ છે. અને ઉપરોકત પાંચેય આરોપીઓને પકડી પાડી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.માં વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે. તેમજ આ અપહરણના ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

આ કામગીરી  પોલીસ અધિક્ષક અમરેલી  નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી  એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ  દ્વારા કરવામાં આવેલ છે.

(1:20 pm IST)