ઉના : મારૂ કુંભાર સમાજ દ્વારા ટુર્નામેન્ટ
ઉના : શ્રી મારૂ કુંભાર સમાજ દ્વારા આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧૯ સુરતમાં યોજાઇ હતી. જેમાં મારૂ કુંભાર સમાજના પ્રમુખ અને જીલ્લા ભાજપ મંત્રી ગીરસોમનાથ શ્રી પ્રકાશભાઇ ટાંક, ઉના તાલુકા પંચાયત ચેરમેન વતી વજુ ભગત તથા સમાજના અગ્રણીઓ સાથે સુરત ગોવિંદભાઇ કિડેચા, એડવોકેટ રાજેશભાઇ જોળીયા, નાલંદા સ્કુલ દિવ્યેશભાઇ ચાવડા, કોર્પોરેટર કૈલાશબેન ભાલીયા તથા પરેશભાઇ એ હાજરી આપી હતી. આ ટુર્નામેન્ટમાં ક્રિષ્ના ૧૧ અને રૂદ્રા ૧૧ ફાઇનલમાં પહોંચી જેમાં ક્રિષ્ના ૧૧ વાવરડાનો ભવ્ય વિજય થયો હતો. આ ટુર્નામેન્ટ મારૂ કુંભાર સમાજ સુરતના યુવાનો તથા ઘનશ્યામ નારણભાઇ નંદવાણા તથા અશોકભાઇ વાજડી દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટમાં મંચ ઉપર બિરાજેલ મહેમાનોની તસ્વીર