સસ્તા ભાવે સોનુ આપવાની લાલચે માંડવીના રામપર વેકરા ગામના પટેલ વૃદ્ઘ સાથે ૧૮ લાખની ઠગાઈ
ભુજ, તા.૨૭: માંડવીના ગઢશીશા પોલીસ સ્ટેશનમાં રામપર વેકરા ગામના પટેલ વૃદ્ઘ દ્વારા ૧૮ લાખની ઠગાઈની નોંધાવાયેલી ફરિયાદે પટેલ ચોવીસીમાં ચકચાર સર્જી છે.
ફરિયાદી ખીમજી ધનજી ભંડેરીએ પોતાની સાથે ગત ૨૨ જૂન ૨૦૧૮ દરમ્યાન કલ્યાણપર ગામના કાસમ સાલેમામદ ફકીર, રમજાન હાજીમામદ ફકીર અને ૨ અજાણ્યા શખ્સો વિરુદ્ઘ પોતાની ગળાની બીમારી દૂર કરવા માટે તાંત્રિક વિધિ કરવાની વાત કરી તે સમયે એક માટલામાં સોનુ બતાવીને સસ્તા ભાવે માત્ર અઢી લાખ રૂપિયામાં સોનુ આપવાની લાલચ બતાવી હતી. પોતે લાલચમાં આવીને આ શખ્સોને પહેલા અઢી લાખ પછી સાડા ત્રણ લાખ એમ કરીને ૧૮.૬૦ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. પણ, સોનુ અપાયું નહિ આમ પોતે ઠગાઈ ગયા હોવાનો ખ્યાલ આવતા મોડે મોડે પટેલ વૃદ્ઘ દ્વારા ઠગાઈની ફરિયાદ લખાવાઈ છે, ગઢશીશા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.