સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

જયપુરથી ઓક્સિજનનો જથ્થો જામનગર લવાયો

જામનગરમાં ઉભી થયેલી ઓક્સિજનની અછતને દૂર કરવા માટે એરફોર્સની મદદ લેવાઈ: ફેસબુક પેજ પર ફોટોગ્રાફ : એરર્ફોસ દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત નહીં

સૈારાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં 2 હજારથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ એડમીટ છે.

હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ના થાય તે માટે મેનેજમેન્ટ દ્વારા અગમચેતી પગલાં લેવામાં આવી રહ્યા છે.સોમવારના દિવસે જામનગરની મોટાભાગની હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઇ હતી. જામનગરમાં ઉભી થયેલી ઓક્સિજનની અછતને દૂર કરવા માટે એરફોર્સની મદદ લેવામાં આવી હતી. એરફોર્સના વિમાનમાં જયપુરથી ઓક્સિજનની ટેન્ક જામનગર લાવવામાં આવી હતી. એરર્ફોસ દ્વારાકોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરતું એરફોર્સ ના ફેસબુક પેજ પર ફોટોગ્રાફ સાથે જયપુરથી ઓક્સિજનન જથ્થો જામનગર લાવવામાં આવ્યો છે તેની માહિતી મૂકવામાં આવી છે.

(11:32 pm IST)