સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

હે હનુમાન બાપા, બધાને જલ્દી સાજા નરવા કરો! રઘુવંશી કોવિડ કેર સેન્ટરમાં હનુમાન ચાલીસાના પાઠ

મોરબી : સંકટ કટૈ મિટૈ સબ પીરા, જો સુમિરૈ હનુમત બલ વીરા આજે હનુમાન જયંતીના અવસરે મોરબીના રઘુવંશી કોવીડ આઈસોલેશન સેન્ટરમાં ડોક્ટર,નર્સીંગ સ્ટાફ અને દરીઓએ સામુહિક રીતે હનુમાન ચાલીસાના પાઠ કરી હનુમાનજી મહારાજ જલ્દીથી કોરોના મહામારીને ઉખાડી ફેંકે તેવી પ્રાર્થના કરી હતી.
મોરબીમાં રઘુવંશી કોવીડ આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની સારવારની સાથે – સાથે ધૂન ભજન સહિતના પ્રયોગો થતા રહે છે ત્યારે આજે હનુમાન જયંતી નિમિતે ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને દર્દીઓએ હનુમાન ચાલીસાના પાઠ કરીને હાલની પરિસ્થિતિમાં હનુમજી દાદા સર્વને આ કોરોના મહામારીમાંથી સાજા કરે એવી પ્રાર્થના કરી હતી.

(10:07 pm IST)